સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે હુમલાખોરોની તસવીરો આવી સામે

  • April 14, 2024 09:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

14મી એપ્રિલે સવારે સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગના બે હુમલાખોરોની તસવીરો સામે આવી છે. હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય એક લાલ ટી-શર્ટમાં જોવા મળે છે. સલમાનના ફેન્સ ખૂબ ગુસ્સામાં છે.


14 એપ્રિલે સવારે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ભારે સુરક્ષા હોવા છતાં, સવારે 4.50 વાગ્યે, બે અજાણ્યા લોકો અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર આવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેરી હતી, જેના કારણે હાલ તેમની ઓળખ થઈ શકી નથી.


બંને હુમલાખોરોની તસવીરો આવી સામે

ગોળીબાર કરનારા બંને હુમલાખોરોની તસવીરો સામે આવી છે. હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય એક લાલ ટી-શર્ટમાં જોવા મળે છે. આ તસવીર સીસીટીવી ફૂટેજમાંથી મેળવવામાં આવી છે. આ તસવીરના આધારે બંનેની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. પોલીસ બંનેને શોધવામાં વ્યસ્ત છે. સેન્ટ્રલ એજન્સીઓને શૂટરો અંગે મહત્વની કડીઓ મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application