રાજકોટમાં ટીઆરપી અગ્નીકાંડ બાદ વધુ એક એક ભયાનક આગની ઘટના બનવા પામી છે. શુક્રવારે સવારે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બીગ બજાર સામે આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે આગનો બનાવ બન્યો હતો.આગની આ ઘટનામાં બે ડિલિવરી બોય સહિત ત્રણે જીવ ગૂમાવ્યા હતાં. ભીષણ આગ પછીની તસવીરો સામે આવી છે. જેમાં ફ્લેટમાં બધુ જ રાખ થઈ ગયેલું નજરે પડે છે.
ફાયર સેફ્ટીના નિયમોનું ખરા અર્થમાં પાલન કરવામાં આવ્યું હતું કે કેમ?
પોશ વિસ્તારમાં આવેલી આ હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગની આ ઘટના બાદ અહીં ફાયર સેફ્ટીના નિયમોનું ખરા અર્થમાં પાલન કરવામાં આવ્યું હતું કે કેમ? પ્રાથમિક તબબકે જાણવા મળેલી વિગતો મુજબ બિલ્ડિંગમાં ફાયર સેફિટના સાધાનો હતો પરંતુ તે કાર્યકરત ન હતા એટલે કે માત્ર શોભાના ગાઠિયા સમાન જ હતા. ટીઆરપી અગ્નીકાંડ જેવી ઘટના બાદ પણ કોઇ બોધપોઠ લીધો નહીં હાલમાં બિલ્ડિંગમાં ફાયર એનઓસી, બીયુ પરિમિશન હતી કે કેમ તે અંગે તપાસ કરાઇ રહી છે.
બે ડિલિવરી બોય સહિત ત્રણના મોત થયા હતાં
રાજકોટના પોશ વિસ્તારમાં આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં જવેલર્સ અને તબીબ સહિતના પરિવાર રહેતા હોય તેની વિંગ ડીમાં સવારના સુમારે છઠ્ઠા માળે કિશોરભાઇ ભલાળાના ફલેટ નં. ૬૦૩ અને ૬૦૪ જે બંને ફલેટ સામસામે આવેલા હોય તેના પેસેજ અરિયામાં આગ લાગી હતી.બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દરમિયાન અહીં ડિલિવેરી કરવા આવેલા બે ડિલિવરી બોય સહિત ત્રણના મોત થયા હતાં.આગની આ ઘટનાને લઇ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી,એસીપી,પીઆઇ સહિતના પોલીસ અધિકારીઓ તથા રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતાં.ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર આગ કાબૂ મેળવ્યો હતો.પ્રાથમિક અનુમાન મુજબ પેસેજ એરિયામાં રહેલા વાયરીંગમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું જણાઇ રહ્યું છે. તેમછતા આગનું આગનું સાચુ કારણ જાણવા માટે એફએસએલ ટીમ અને પીજીવીસીએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જેનો રિપોર્ટ આવ્યા બાદ આગનું સાચુ કારણ જાણી શકાશે.
બિલ્ડિંગમાંથી ૩૫ વ્યકિતઓનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું
એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધુ હોય જેથી ચાર ફાયર ફાઇટર એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ચાર એમ્બ્યુલન્સ અહીં દોડાવી હતી. બિલ્ડિંગમાંથી ૩૫ વ્યકિતઓનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.આગની આ ઘટનામાં દાઝી જવાથી પાંચ વ્યકિતને ઇજા પહોંચી હોય જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.જેમાં પ્રવિણ ઉર્ફે અજય ખીમજીભાઇ મકવાણા(ઉ.વ ૩૧ રહે. વીર સાવરકરનગર,રાજકોટ), કલ્પેશ પીઠાભાઇ લેવા(ઉ.વ ૩૧) અને તેનો ભત્રીજો મયુર લેવા(ઉ.વ ૨૧ રહે. બંને મૂળ પસવાળા ઉના,ગીરસોમનાથ હાલ, ન્યુ અંબિકા પાર્ક શરી નં.૫ સાધુવાસવાણી રોડ, રાજકોટ) ના મોત થયા હતાં.જયારે નેપાળી કિશોરી કવિતા શેરસીંગ દોરાજી(ઉ.વ ૧૫) સારવારમાં છે.વૃધ્ધાને સામાન્ય ઇજા હોય તેમને તુરંત રજા આપી દેવાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબલૂચ બળવાખોરોએ ફરી મચાવ્યો પાકિસ્તાન પર કહેર, આત્મઘાતી હુમલામાં 7 સૈન્ય સૈનિકો માર્યા ગયા
March 16, 2025 06:28 PMઉત્તર મેસેડોનિયાના નાઈટક્લબમાં આગ લાગવાથી 51 લોકોના મોત
March 16, 2025 06:19 PMલેક્સ ફ્રિડમેનના પ્રશ્ન પર પીએમ મોદીએ કહ્યું - RSS એ મારા જીવનને દિશા આપી
March 16, 2025 06:11 PMપરિવારને દૂર રાખવા બદલ, BCCIના નવા નિયમ પર વિરાટ કોહલી ગુસ્સે
March 16, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech