અમદાવાદ, કામરેજ, ભરૂચ, જામનગર, જૂનાગઢ, ખેડા-નડિયાદ, મહેસાણા, ગોધરા, ગોંડલ અને હિંમતનગર ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટીનો આજ થી પ્રારંભ થયો છે. આ કસોટી માટે ઉમેદવારો વહેલી સવારથી ગ્રાઉન્ડમાં પહોચી ગયા હતા. તમામ ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો ત્યાંથી નજર રાખવામાં આવી રહી છે.રાજ્યના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર આ શારીરિક પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે.અને આ તમામ ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ પર થી નજર રાખવામાં આવી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, આ ભરતી માટે 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી જેમાથી બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,786 ઉમેદવાર કન્ફર્મ થયા છે. આ ઉમેદવારોની આજથી શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે. આ શારીરિક પરીક્ષા 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે.
આ પરીક્ષામાં પુરુષ ઉમેદવારો માટે અમદાવાદ, કામરેજ, ભરૂચ, જામનગર, જૂનાગઢ, ખેડા-નડિયાદ, મહેસાણા, ગોધરા, ગોંડલ અને હિંમતનગર ખાતે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે મહિલાઓ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર ખાતે શારીરિક કસોટી લેવાશે. જ્યારે માજી સૈનિકોની મહિનાના અંતમાં તા. 28 અને 29મી જાન્યુઆરીએ રાજકોટ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે પુરુષ ઉમેદવારો માટે 5,000 મીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે જ્યારે મહિલા ઉમેદવારોએ 1,600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી પડશે જ્યારે ભૂતપૂર્વ સેવાના ઉમેદવારોએ 2,400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએચએમપીવી કોઈ અસામાન્ય ખતરો નથી: હૂ
January 09, 2025 10:28 AMખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને અનુલક્ષીને ખાસ વોર્ડ તૈયાર
January 09, 2025 10:27 AMસિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી, ભારત 85મા સ્થાને
January 09, 2025 10:25 AM7 મહિનાથી દૂતાવાસ તરફથી કોઈ મળવા નથી આવ્યું: નિખિલ ગુપ્તા
January 09, 2025 10:23 AMદ્વારકામાં પૈસાની માંગણી કરી, લૂંટ ચલાવવા સબબ ચાર શખ્સો સામે ફરિયાદ
January 09, 2025 10:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech