દક્ષિણ ચીન સાગરમાં પ્રભુત્વ જમાવવાની હોડમાં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન ચીને ફિલિપાઈન્સ પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે ફિલિપાઈન્સે જાણીજોઈને દક્ષિણ ચીન સાગરમાં ચીનના જહાજને ટક્કર મારી હતી.એક નિવેદન અનુસાર ચીને કહ્યું કે ફિલિપાઈન્સે વારંવાર તેની ચેતવણીઓને અવગણી છે. જે સાંખી લેવામાં નહી આવે. સોમવારે સવારે ૩:૨૪ વાગ્યે બંને દેશોના જહાજો વચ્ચે અથડામણ થઈ હતી.
તે જ સમયે, આ ઘટના પર, ફિલિપાઇન્સ સુરક્ષા પરિષદના પ્રવકતા જોનાથન મલાયાએ કહ્યું કે દક્ષિણ ચીન સમુદ્રમાં તેના અધિકારોનું રક્ષણ કરવા માટેનું ફિલિપાઇન્સનું પગલું ઉશ્કેરણીજનક નથી.જયારે ચાઇના કોસ્ટ ગાર્ડના પ્રવકતા ગાન યુના જણાવ્યા અનુસાર સોમવારે બે ફિલિપાઇન્સના કોસ્ટ ગાર્ડ જહાજોએ ગેરકાયદેસર રીતે સબીના શોલ નજીકના પાણીમાં પરવાનગી વિના ઘૂસણખોરી કરી હતી. તેમણે કહ્યું કે અમારા સૈનિકોએ વિરોધી જહાજને રોકવાની ચેતવણી આપી હતી. બીજી તરફ ચીનના કોસ્ટ ગાર્ડે કહ્યું કે તેઓએ આ ઘટના અંગે કાયદા અનુસાર ફિલિપાઈન્સના જહાજો સામે નિયંત્રણના પગલાં લીધા છે. ફિલિપાઈન્સને તેના ઉલ્લંઘનો અને ઉશ્કેરણીઓને તાત્કાલિક બધં કરવા માટે પરિણામોની ચેતવણી પણ આપી હતી.તેમ છતાં ફિલિપાઈન્સ તેની હરકતોમાંથી વાજ આવતું નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech