પીએચડી પરીક્ષાની હોલ ટિકિટ ઇસ્યુ

  • December 12, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 16 ના રોજ પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવનારી છે. આ માટે હોલ ટિકિટ ઈસયુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઓનલાઇન પોર્ટલ પર પરીક્ષાર્થી પોતાનું લોગઇન અને આઈડી એન્ટર કરે તે સાથે હોલ ટિકિટ મળી જાય છે. કુલપતિ નીલામબરીબેન દવેના જણાવ્યા મુજબ 3 સત્રમાં પરીક્ષા લેવાશે. તારીખ 16 ડિસેમ્બરે સવારે 9:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી પ્રથમ તબક્કામાં નવ વિષયની અને બપોરે 1 વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન બીજા સત્રમાં વધુ નવ વિષયની પરીક્ષા લેવામાં આવશે. સાંજે 4:30 થી 6-30 વાગ્યાના ત્રીજા તબક્કામાં 18 વિષયની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે પરીક્ષાર્થીએ પરીક્ષા શરૂ થવાના એક કલાક અગાઉ આવીને તે અંગેની જાણ પરીક્ષા કેન્દ્રના સંચાલકને કરવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application