ડિફેન્સ કોલોની પાસે નજીવી બાબતે હુમલો: ચારને ઈજા

  • December 27, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અહીં કેમ બેઠાં છો? તેમ કહીને તૂટી પડ્યાં: ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા: ચાર સામે ફરિયાદ

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં ગઈ રાત્રે કેટલાંક શખસો હથિયારો સાથે ઘસી આવ્યા હતા, અને ચાર યુવાનો પણ હુમલો કરી નાની મોટી ઈજા પહોંચાડી હોવાથી તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં સારવાર માટે પહોંચાડાયા છે. આ બનાવને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ મામલે ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર ડિફેન્સ કોલોની વિસ્તારમાં નજીવી બાબતે સોહિલ અખાણી, અસગરભાઈ, અબરારખાન, સોહિલ પતાણી અને મોઇન સાંઢ નામના યુવાનો પર હુમલો કરાયો હતો. આથી આ વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી.
ઇજાગ્રસ્તને યુવાનોને લોહીલુહાણ હાલતમાં જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયા આવ્યા હતા. આ બનાવની જાણ થતાં ઢીંચડા ગામના લોકો જી.જી. હોસ્પિટલ ખાતે  દોડી ગયા હતા. ત્યારબાદ સિટી-સી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટમાં દોડી આવી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.
આ બનાવ અંગે વાયુનગરમાં રહેતાં સોહિલ ઉંમર અખાણી (ઉ.વ.ર૩) નામના યુવાને સિટી ‘સી’ ડિવિઝનમાં મોડી રાત્રિના ધમો ગઢવી, ભીખો ગઢવી અને તેના બે અજાણ્યા મિત્રોની વિરુદ્ધ જુદી-જુદી કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ડિફેન્સ કોલોનીમાં ફરિયાદી તથા તેના મિત્ર મોઈન સુખી મોલ પાસે બેઠાં હતાં ત્યારે ધમો અને ભીખો મોટર સાયકલ લઈને ત્યાંથી નીકળ્યા હતાં અને ‘અહીં કેમ બેઠાં છો..?’ તેમ કહીને ઝઘડો કરી મોઈનને જાપટો મારી અપશબ્દો કહ્યાં હતાં.
ફરિયાદીએ તેના કાકાના દીકરાને ફોન કરીને બોલાવતાં અન્ય ત્રણ યુવાનો છોડાવવા માટે ત્યાં દોડી આવ્યા હતાં, બીજી બાજુ ધમાએ તેના બે મિત્રોને ફોન કરીને બોલાવી લીધાં હતાં અને ધોકા વડે હુમલો કરીને ચારે’ય યુવાનોને શરીરે નાની-મોટી ઈજા પહોંચાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application