સરપંચ સંગઠ્ઠન દ્વારા અગ્રણીઓ સામે ફોજદારી મામલે આવેદન

  • June 21, 2023 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાગુદળના ૪-૫ સામે ફરીયાદ:માજી ઉપસરપંચની ફરિયાદ લેવા રજૂઆત

ધ્રોલ તાલુકા સરપંચ સંગઠન દ્વારા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા અને પ્રમુખ વિરેન્દ્રસિંહની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સપેકટરને કરાયેલી લેખીત રજુઆતમાં જણાવ્યું છેકે, ધ્રોલ પીજીવીસીએલના નાયબ ઇજનેર આર.કે.ઠકરાર દ્વારા નાના વાગુદડના માજી સરપંચ યુવરાજસિંહ જાડેજા અને મોટા વાગુદડના માજી ઉપ સરપંચ અનિરુધ્ધસિંહ જાડેજા વિરુધ્ધ જાનથી મારી નાંખવાની ધમકી તેમજ ફરજમાં રુકાવટ કર્યાની ખોટી ફરીયાદ દાખલ કરાઇ છે.
જયારે સામાપક્ષે અનિરુધ્ધસિંહ જાડેજાએ પણ નાયબ ઇજનેર દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની લેખીત ફરીયાદ આપવામાં આવેલ છે જેને હજુ ધ્યાને લેવાયેલી નથી. જે ખરેખર ગેરબંધારણીય અને આગેવાન સાથેનો અન્યાય છે. મોટા અને નાના વાગુદડ ગામમાં છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય ફોલ્ટના હિસાબે લાઇટ બંધ કરી દેવામાં આવેલ હતી.
ત્રણ ત્રણ દિવસથી જો ગામમાં લાઇટ ન હોય તો આગેવાનને કયા કારણોસર લાઇટ નથી તેમ વિજ કચેરીએ ફોન કરી પુછવાનો અધિકાર નથી? આવેદનમાં વધુમાં ધ્રોલ ટાઉનમાં નાયબ ઇજનેરે ચાર્જ સંભાળ્યો ત્યારથી સરપંચો સાથે ,સામાન્ય નાગરિકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે. જો કોઇ રજુઆત કરે તો પોલીસ ફરીયાદની ધમકી અપાય એવો આક્ષેપ કરાયો છે. જો ત્રણ દિવસથી લાઇટ ન હોય, ગામમાં પીવાનું પાણી ન હોય, મોબાઇલની બેટરી પુરી થઇ ગઇ હોય જનજીવન સ્થંભી ગયું હોય આવા સંજોગોમાં સરપંચને લાઇટ માટે ફોન કરવાનો અધીકાર નથી આવો પ્રશ્ન કરી નાયબ ઇજનેર વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવા આવેદન પત્ર પાઠવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application