સુત્રાપાડામાં વાડા કબજા હકવાળી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધવાની પેરવી

  • December 01, 2023 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા શહેરમાં આવેલ બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ એસ.બી.આઇ બેન્કની સામે વર્ષો પહેલા વાળા માટે આપવામાં આવેલ જમીન ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનતા સુત્રાપાડામાં રહેતા સામાજિક કાર્યકર ચેતનભાઇ બારડ દ્વારા ગીર સોમનાથ જિલ્લ ાના કલેકટર  ગીર સોમનાથ જિલ્લ ના પ્રાંત અધિકારી મામલતદાર સુત્રાપાડા અને ચીફ ઓફિસર સુત્રાપાડાને તારીખ ૦૭/૧૦/૨૦૨૩ના રોજ લેખિતમાં ફરિયાદ રૂપે અરજી કરવામાં આવેલ જેમાં દર્શાવેલ સુત્રાપાડા શહેરમાં આવેલ ગામતળની વાડા કબજા હક વાળી જમીન ઉપર ગેરકાયદેસર પાકું કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવેલ કે આવી જમીન ઉપર સુત્રાપાડા નગરપાલિકા દ્વારા રહેણાંક માટે બાંધકામની પરવાનગી આપવા છતાં કોમર્શિયલ બાંધકામ ચાલુ રહ્યું હોય ત્યારે તાત્કાલિક ધોરણે આવા બાંધકામને અટકાવ પગલા લેવા જોઈએ. અરજી કર્યા બાદ પણ ગીર સોમનાથ જિલ્લ ાના તંત્ર દ્વારા કોઈપણ જાતની ગેરકાયદેસર બનતું કોમર્શિયલ કોમ્પ્લેક્સને અટકાવવા બાબતની કાર્યવાહી ન કરતા અરજદાર દ્વારા અલગ અલગ તારીખોના સ્થળના ફોટોગ્રાફ સાથેની ફરી અરજી કરવામાં આવેલ. વધુમાં વર્ષ ૧૯૯૬માં અને અલગ-અલગ વર્ષોમાં સવાલ વારી મિલકત ઉપર રામભાઈ ભાણાભાઈ બારડ દ્વારા રજીસ્ટર દસ્તાવેજ કરવામાં આવેલા છે તેમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. ક્યારે ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલ કે જો થોડા દિવસોમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો એમના દ્વારા કોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application