અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પોલીસે ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. સલમાન ખાનના નામે ટ્રાફિક પોલીસને ધમકી આપનાર વ્યક્તિની કર્ણાટકમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ વિક્રમ છે. વિક્રમને આવતીકાલે મુંબઈ લાવવામાં આવશે.
આરોપીઓએ પાંચ કરોડની કરી હતી માંગણી
ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. તેણે ધમકી આપીને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. ધમકી આપનાર વ્યક્તિએ લોરેન્સ બિશ્નોઈનો ભાઈ હોવાનો દાવો કર્યો હતો. પોલીસે માહિતી આપી હતી કે મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપવામાં આવી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તે લોરેન્સ બિશ્નોઈના ભાઈ તરીકે બોલી રહ્યો હતો. જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તે આપણા મંદિરમાં જઈને માફી માંગે અથવા 5 કરોડ રૂપિયા આપે. જો આમ નહીં કરવામાં આવે તો અભિનેતાને મારી નાખવામાં આવશે. અમારી ગેંગ આજે પણ સક્રિય છે.
થોડા દિવસ પહેલા પણ મળી હતી ધમકી
હાલમાં જ બરેલીના રહેવાસી મોહમ્મદ તૈયબે અભિનેતા સલમાન ખાન અને એનસીપી નેતા જીશાન સિદ્દીકીને મારી નાખવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસે નોઈડા સેક્ટર 92માંથી 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તેણે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમના મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, અમે સલમાન ખાનને નહીં છોડીએ.
એનસીપી નેતા બાબા સિદ્દીકીની વિજયાદશમીની સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ત્રણ હુમલાખોરોએ નિશાન બનાવ્યો હતો. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સાગરિતે લીધી હતી. જો કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સલમાન ખાનના ઘર પર પણ ગોળીઓ ચલાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech