અમેરિકા જવા માગતા લોકો નવા વર્ષમાં વિઝા ઈન્ટરવ્યૂ પોતાની પસંદગીના સ્થળે આપી શકશે

  • December 18, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારા સમાચાર છે. યુએસ એમ્બેસીએ આવતા વર્ષથી નવી પોલીસી લાગુ કરવાની જાહેરાત કરી છે, જેનાથી વિઝાની અરજી કરનારાઓને ફાયદો થશે. વર્ષ 2025થી નોન- ઈમિગ્રન્ટ્સ વિઝાની અરજી કરનારાઓને વિઝા ઈન્ટરવ્યૂના શિડ્યુલમાં કોઈપણ ચાર્જ વિના ફેરફાર કરવાની તક મળશે પણ આ ફેરફાર એક જ વાર કરાવી શકાશે.


વિઝા ઈન્ટરવ્યૂના શિડ્યુલમાં આ ફેરફારનો ઉદેશ સમય બચતનો છે. આ નિયમ 1 જાન્યુઆરી,2025થી લાગુ થવાનો છે. યુએસ એમ્બેસીની વિઝા રિશિડ્યુલિંગ પોલિસીમાં વિઝા અપોઈન્ટમેન્ટ લીધા બાદ કોઈ કારણોસર ફેરફાર કરાવી શકાશે પરંતુ આ ફેરફાર ફક્ત એક વખત જ થઈ શકશે.


ઈન્ટરવ્યૂ ચૂકી ગયા તો નવી એપોઈન્ટમેન્ટ લેવી પડશે


અમેરિકા જવા માટે અરજી કરતા અરજદારો જેવા કે ટેમ્પરરી, વર્ક, સ્ટડી, ટુરિસ્ટ સહિત નોન ઈમિગ્રન્ટ્સ નવા વર્ષથી પોતાની પસંદગી અને અનુકુળતા અનુસાર સ્થળ પર વિઝા ઈન્ટરવ્યૂ આપી શકશે અને જો ઈન્ટરવ્યુ તારીખ કે સ્થળમાં કોઈ સુધારો કે ફેરફાર કરાવવા માગતા હોય તો તે એક વખત ફેરફાર કરી શકાશે પણ તે ફક્ત એક જ વાર બદલી શકાશે. એ પછી જો ઇન્ટરવ્યુ ચૂકી ગયા તો નવી અપોઈન્ટમેન્ટ લેવી પડશે અને ફરીથી ફી પણ ચૂકવવી પડશે.


સરળ અને અનકૂળ બનશે વિઝા પ્રક્રિયા


આ નવી રિશિડ્યુલિંગ પોલિસી વિઝા ઈન્ટરવ્યૂ પ્રક્રિયા અરજદારો માટે સરળ અને અનુકૂળ બનશે તેમજ ફેરફાર મુજબ ઈન્ટરવ્યૂ આપી શકશે. જેનાથી દરેક વ્યક્તિ માટે વિઝા પ્રક્રિયા અસરકારક અને પારદર્શી બનશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application