15-20 દિવસથી રોડ ખોદી નખાયો હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા રીપેરીંગની કામગીરી ન કરાતા લતાવાસીઓમાં ઉગ્ર રોષ: ગટરનું ગંદુ પાણી માર્ગ પર રેલાય છે: નળ વાટે પણ સેફટી જેવું પાણી ખોદકામના કારણે આવે છે: આખરે રોડ બનાવવાનું કામ કયાં મુર્હુતમાં શ થશે ? કોર્પોરેશનનું તંત્ર જાગે
જામનગર શહેરનો વિકાસ થઇ રહ્યો છે, મોટા-મોટા પ્રોજેકટ થયા છે અને કેટલાક પ્રોજેકટ ચાલું છે, પરંતુ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ ખોદી નાખ્યા બાદ ત્રણ-ત્રણ અઠવાડીયા સુધી કામ થતાં નથી, જેને કારણે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફેલાઇ જાય છે, અવારનવાર ફરિયાદ કરી હોવા છતાં પણ બર્ધનચોક અને મુલામેડી રોડ પર જે ગટરનું પાણી વહી રહ્યું છે તેનો કોઇ ઉકેલ આવ્યો નથી, શા માટે કોર્પોરેશનના અધિકારીઓ આવા કામ પ્રત્યે ઘ્યાન રાખતા નથી અને લોકોને પરેશાન કરે છે તે સમજાતું નથી, જામ્યુકોના અધિકારીઓએ આ અંગે તાત્કાલીક પગલા ભરીને આ વિસ્તારમાં જે રીતે ગટરના ગંદા પાણી વહી રહ્યા છે તેને તાત્કાલીક બંધ કરાવવા જોઇએ તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.
જામનગર શહેરમાં કેટલાક પ્રોજેકટ એવા હોય છે કે, આ રસ્તાઓ ખોદી નાખ્યા બાદ પથ્થરો નાખી દેવામાં આવે છે પછી ત્રણ-ચાર અઠવાડીયા સુધી આવા રસ્તાઓ સામે કોઇ જોતું પણ નથી, શા માટે આવું કરવામાં આવે છે તે ખબર નથી પડતી, પરંતુ તાજેતરમાં જ છેલ્લા ત્રણ અઠવાડીયાથી ગાંધીનગર વિસ્તારના મુખ્ય રસ્તાના ખોદાણ કયર્િ બાદ કદાચ કોર્પોરેશનના અધિકારીઓને સમય મળ્યો ન હોય આ કામ શ થયું નથી, અનેક વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે, પરંતુ કોઇને કોઇની પડી નથી અને લોકો કોર્પોરેશનના અધિકારીઓના વાંકે સતત પીડાઇ રહ્યા છે, આનો ઉકેલ કયારે આવશે તે કોઇને ખબર નથી, કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ હમણા કામ શ કરીશું તેવી હૈયા ધારણા આપવામાં આવે છે.
બર્ધનચોક અને મુલામેડી વિસ્તારમાં પણ આ જ પ્રકારની હાલત જોવા મળી છે, છેલ્લા લગભગ વીસેક દિવસથી આ વિસ્તારની ગલીઓમાં ખોદકામ કરવામાં આવ્યું છે અને આ ખોદકામ કયર્િ પછી લોકોની હાલત એટલી બધી બગડી છે કે લોકો ચાલી શકતા નથી અને ગટરના પાણીમાંથી ચાલીને પસાર થવું પડે છે. આ અંગે અવારનવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તેનો કોઇ ઉકેલ પણ આવ્યો નથી, અનેક લોકો ગંદા પાણીમાંથી પસાર થઇને તેમના ઘેર જવું પડે છે.
કોર્પોરેશન સગવડતા આપે એ વાત યોગ્ય છે, પરંતુ મંજુર થયેલા અનેક કામો તો હજુ શ પણ થયા નથી, આ કામ થઇ રહ્યું છે તે ચૂંટણી પહેલાની મંજુરીનું છે તેમ લોકોનું કહેવું છે, તો શા માટે અડધું કામ મુકીને ભાગી જનારા કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવતા નથી ? કારણ ફકત એટલું કે જે તે કોન્ટ્રાકટરો કોન્ટ્રાકટ તેઓને ત્યારે જ મળે છે કે જેઓને રાજકીય ઓથ હોય, ટાઉનહોલનું કામ કાચબાની ગતિએ ચાલી રહ્યું છે, એ કોન્ટ્રાકટરને કોઇ કહેવાવાળુ નથી, કારણ કે એ કોન્ટ્રાકટર મોટી રાજકીય ઓથ ધરાવે છે.
શહેરના અનેક વિસ્તારમાં સી.સી. રોડ અને ભૂગર્ભ ગટરના કામનું ખોદકામ થઇ ગયું છે, પરંતુ આ કામને પુ કરવા માટે અધિકારીઓ પાસે કોઇ સમય નથી, લોકો ભલે ગમે તેમ હેરાન થાય કોન્ટ્રાકટર તેની રીતે જ કામ કરે છે, એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં રસ્તાના પેચવર્ક અને સી.સી રોડનું કામ નબળા થયા હોવા છતાં પણ ચલાવી લેવામાં આવે છે, પરંતુ ખંધા થયેલા કોન્ટ્રાકટરને કોઇ કહેવાવાળુ નથી તે પણ હકીકત છે.
ત્રણ-ત્રણ અઠવાડીયાથી બર્ધનચોક અને મુલામેડી રોડ ઉપર ભૂગર્ભ ગટરના પાણી વહી રહ્યા છે, જેના પર જવાબદારી છે તે જવાબદારી વહન કરતા નથી જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે, આ પ્રકારના કામો તો અનેક સ્થળોએ ચાલું છે અને મહીના સુધી પુરા થતાં નથી તે પણ હકીકત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિક્ષકો માટે ખુશખબર! ગુજરાતમાં જિલ્લા ફેરબદલીનો માર્ગ મોકળો
November 09, 2024 09:06 PMગાંધીનગરમાં રોહિતાસ ચૌધરીએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ, એક કલાકમાં 722 પુશ અપ્સ કર્યા
November 09, 2024 08:58 PMછઠ પૂજાથી પરત ફરનારાઓને લઈને રેલવેનો મહત્વનો નિર્ણય, આ શહેરો માટે ત્રણ હજાર વિશેષ ટ્રેનો દોડાવાશે
November 09, 2024 08:56 PMદિલ્હીમાં જૂના વાહનો પર લટકી તલવાર, આ વાહનો સામે થશે કાર્યવાહી
November 09, 2024 08:54 PMજામનગર જિલ્લાના પેન્શનરોને ઘર આંગણે અને નજીકમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા ઉપલબ્ધ થશે
November 09, 2024 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech