છાંયાચોકીથી પંચાયત ચોકી સુધીના બિસ્માર રસ્તાથી લોકોને ભારે હાલાકી

  • September 27, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના છાંયાચોકીથી પંચાયતચોકી સુધીના ભંગાર હાલતમાં ફેરવાયેલા રસ્તાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગત મહિને પડેલા ભારે વરસાદ બાદ છાંયા રણ વિસ્તારના પાણી રોડ ઉપર ભરાયા ત્યારે સમગ્ર રસ્તાનું ધોવાણ થઈ ગયુ હતુ અને ડામર રોડ કોન્ક્રીટ રોડમાં પરિવર્તિત થઈ ગયો છે. અને ચોમાસુ હોવાથી નગરપાલિકાનું તંત્ર આ રસ્તાનું સમારકામ પણ કરી શકે નહી તેવી લાચાર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.ત્યારે આ વિસ્તારમાંથી અવરજવર કરતા લોકો અને વાહનચાલકોની મુશ્કેલીનો વહેલીતકે અંત આવે તે ઇચ્છનીય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News