યુનિવર્સિટી રોડ ઉપર સિટી બસ અકસ્માત બાદ રોડ ઉપરના દબાણો મુદ્દે રોષની લાગણી પ્રસરી છે, દરમિયાન આજે યુનિવર્સીટી રોડ ઉપર વોકહાર્ટ હોસ્પિટલની પાછળ આવેલા સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટના રહીશોનું ટોળું મહાપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યું હતું અને એપાર્ટમેન્ટ આજુબાજુ ખાણીપીણીના ધંધાર્થીઓના થડા, રેંકડી, કેબિન વિગેરેના દબાણો ખડકાઇ ગયા હોય આ મુદ્દે વોર્ડ નં.૧૦ના ભાજપના કોર્પોરેટરોને સાથે રાખીને મેયર તેમજ સ્ટે.ચેરમેનને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
દબાણ કરી પતરા નાખી અસ્થાયી બાંધકામ કરી લેવામાં આવ્યું
વિશેષમાં રજુઆતમાં જણાવેલ કે, અમારા એપાર્ટમેન્ટની આગળના ભાગમાંથી અમારા એપાર્ટમેન્ટમાં આવવા માટેનો રસ્તો-જાળી છે, જેની આગળ ચા વાળા દ્વારા ગાંઠિયા વાળા રેકડી રાખીને અમારી એન્ટ્રી બંધ કરી દબાણ કર્યું છે. જેથી અમોને અવર જવરમાં અસહ્ય તકલીફ પડે છે. ચા વાળા દ્વારા વ્યાપક પ્રમાણમાં અમારી તમામ પાર્કિંગમાં દબાણ કરી આગળ ચા-પાણી, ગાંઠિયા બનાવી તમામ કાર્યવાહી ચોવીસ કલાક કરવામાં આવતી હોય, તમામ કોમન જગ્યામાં દબાણ કરી સતત માનસીક ત્રાસ આપી રહેલ છે. ચા વાળા દ્વારા એપાર્ટમેન્ટની ખુલી જગ્યામાં ખોટી રીતે દબાણ કરી પતરા નાખી અસ્થાયી બાંધકામ કરી લેવામાં આવેલ છે, જે દબાણ તુરંત દુર કરવું જોઇએ.
આડેધડ વાહન પાર્કિંગ થતું હોવાને કારણે ટ્રાફિક થાય છે
રજુઆતમાં ઉમેર્યું છે કે, એપાર્ટમેન્ટમાં નીચે આવેલ જવેલર્સની દુકાન દ્વારા પણ પાર્કિંગની ખાલી જગ્યામાં ખોટી રીતે દબાણ કરી ત્રાસ આપે છે, તદઉપરાંત સાઈડની બાજુમાં પંજાબી-ચાઈનીઝ બનાવાની કાર્યવાહી રાત્રીના સમયે આઠ થી બે વાગ્યા સુધી થઈ રહેલ છે. જે પણ ત્રાસરૂપ છે. જેના ઘુમાડાથી સતત વાતાવરણને પણ નુકશાન થઈ રહેલ છે. ખાણી પીણીના ધંધાર્થીઓને ત્યાં સતત અસહ્ય ભીડ થતી હોય તેમજ રસ્તા ઉપર આડેધડ વાહન પાર્કિંગ થતું હોવાને કારણે ટ્રાફીક થાય છે.
દબાણને તુરંત અસરથી દૂર કરવા માંગ
તદઉપરાંત એપાર્ટમેન્ટની આગળના ભાગમાં જ સિટી બસનું સ્ટેન્ડ આવેલ છે. જ્યાં આગળ મહિલા મુસાફરો ઉભા રહી શકે નહીં તેવું વાતાવરણ છે, તેમજ અહીં આજુબાજુમાં દબાણોને કારણે સીટી બસ રોડની મધ્યમાં ઉભી રહેતી હોય વારંવાર અકસ્માતોના બનાવો પણ બને છે. સત્યમ શિવમ સુંદરમ્ એપાર્ટમેન્ટની આગળના ભાગમાં આવેલી જાળી-એન્ટ્રી આગળ તેમજ આજુબાજુમાં થયેલ દબાણને તુરંત અસરથી દૂર કરવા પગલા લેવાય તેવો હુકમ કરશો તેમ રજૂઆતના અંતમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech