રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અિકાંડમાં થયેલા ૨૮થી વધુના મોતના મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજીની આજે સવારે સુનાવણી હાથ પર લેવાઈ હતી. અિકાંડ બાબતે હાઈકોર્ટ પણ સરકાર પર ખફા બની હતી. એવું જણાવાયું હતું કે, જે લોકો મર્યા તે હત્યાથી ઓછું નથી, અમને તત્રં પર હવે જરાઈ ભરોસો નથી. અઢી વર્ષથી આ બધું ચાલતું હતું શું બધા ઉંઘતા હતા ? સહિતના આકરા સવાલો સાથે ઝાટકણી કાઢી હતી અને સરકાર પક્ષે હાજર રહેલા વકીલ અધિકારીઓ પાસે જવાબ માગ્યા હતા.
ગત શનિવારે રાજકોટના ગેમઝોન અિકાંડ મામલે તાત્કાલીક ધોરણે હાઈકોર્ટે સુઓમોટો અરજી સ્વીકારી હતી અને અર્જન્ટ કાર્યવાહી હાથ પર લેવાઈ હતી. સરકારને નોટીસ આપવામાં આવી હતી. આજે આ સુનાવણી હાથ પર લેવાઈ હતી જેમાં સરકાર પક્ષે એડવોકેટ જનરલ તેમજ રાજકોટ મહાપાલિકાના એડવોકેટ સહિતના હાજર રહ્યા હતા. ઉઘડતી કોર્ટે જ ચાલુ થયેલી કાર્યવાહીમાં અરજદારે જીડીસીઆરનું પાલન થતું ન હોવાની જરૂરી સલામતી કે વ્યવસ્થા અને સરકારી વિભાગોની મંજુરી કે લાઈસન્સ ન હતા છતાં આ ગેમઝોન કાર્યરત હતો તે સહિતના અરજીમાં સરકાર અને તત્રં સામે સવાલો મુકયા હતા. અરજી સંદર્ભે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કેટલાક એવા ઉચ્ચારણો અને સરકાર સામે પ્રશ્નો વ્યકત થયા હતા કે આ ઘટના માટે જવાબદાર કોણ ? કોઈપણ તત્રં પર જરાઈ ભરોસો કરવા જેવું રહ્યું નથી. શું અઢી વર્ષથી જવાબદારો ઉંઘતા જ હતા ? એવું સમજીએ કે, આખં આડા કાન કર્યા હતા. જે લોકો મર્યા છે તે હત્યાથી ઓછું નથી.સરકાર પક્ષે એડવોકેટ જનરલે બચાવ રજુ કર્યેા હતો. જયારે રાજકોટ મહાપાલિકા તરફથી હાજર રહેલા વકીલે રાજકોટ મહાપાલિકાની તરફેણમાં બચાવ મુદ્દામાં એવી વાત કહી હતી કે, અમારી પાસે મંજુરી લેવાઈ ન હતી. સરકારના ઢીલા વલણ સામે હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech