મંથર ગતિથી મોટી પાનેલીમાં ચાલતા મુખ્ય રોડને દુરસ્ત કરવા લોક માગણી
મંથર ગતિથી મોટી પાનેલીમાં ચાલતા મુખ્ય રોડને દુરસ્ત કરવા લોક માગણી
June 03, 2026 10:43 AM
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં પાનેલીથી ઉપલેટા રોડ નું નવીનીકરણ કામ મંજુર થયેલ હોય જેમાં પાનેલી ગામમાંથી પ્રસાર થતો મુખ્ય સ્ટેટ હાઇવેને સીસી રોડથી બનાવવાનો હોય આ રોડને એકાસાથે આખો રોડ ખોદી ઉપર કાંકરી નાખી દીધેલ પાનેલીમાંથી પ્રસાર થતા વાહનો માટે એક કિમિ જેટલો દૂર બાયપાસ કાઢેલ છે રોજ હજારો વાહનોની આવ જા આ રૂટ ઉપરથી થાય છે. દોઢ માસથી આખો રોડ ખોદી નાખતા પછી એકદમ કાચબા ગતિથિ કામ ચાલતું હોય ખોદેલા રોડ પરના વેપારીઓના ધંધા દોઢ દોઢ માસથી ઠપ્પ થઇ ગયા છે મુખ્ય રોડ ઉપર આવેલ ભૂગર્ભ ગટરના ભૂંગળા જે સાવ ઉપર જ દેખાય છે અને અનેક ભૂંગળાઓ તૂટેલી હાલતમાં છે એમાં ધૂળ માટી ભારાઈ ગયેલ હોય ગટરનું પાણી બહાર આવી શકે છે. મોટા મોટા કાંકરાઓથી ભરેલા રોડ ઉપર પ્રસાર થતા ટુ વહીલર ચાલકોમાં બાળકો, બુઝૂર્ગેા અવારનવાર પડી જવાનાં બનાવો બન્યા છે. દોઢ માસ થવા છતાં અને ચોમાસુ નજીક આવી જતા સાવ ધીમી ગતીએ ચાલતા કામથી કંટાળી અવાર નવાર સ્થાનિક આગેવાનો અને કોન્ટ્રેકટરને રજુઆત કરેલ પણ કોઈ ફેર ના પડતા અંતે વેપારીઓ સાથે ગ્રામજનો ભેગા થઇ ભારે હોબાળો મચાવી ગામ બધં રાખવાની ચીમકી ઉંચારેલ છે. આ અંગે સ્થાનિકોએ સ્પષ્ટ્ર અવાજે જણાવેલ છે વહેલી તકે ગામનો મુખ્ય રોડ બની જાય અને ભૂગર્ભ ગટર ના ભૂંગળાઓનું કામ એકદમ ચોખ્ખુ કરીને થાય તેવી લોકોની માંગ છે નહી તો આવનારા સમયમાં શાંતિપૂર્વક આંદોલન સાથે ગામ બધં રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે