પંચાવન ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતી રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરીમાં રામરાય ને પ્રજા સુખી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર કમ ડા ચેરમેન એ બન્ને કચેરીમાં ચાર્જ સંભાળી લીધો છે પરંતુ આજ દિવસ સુધી ડા ઓફિસની સાઇટ વિઝીટ કરી નથી કે સ્ટાફ સાથે ઓળખ પરેડ ( પરિચય બેઠક) પણ કરી નથી. રાજકોટમાં હાલ અરજદારોનો રોષ મનપા કરતા ડા તત્રં સામે વધુ છે.
ડામાં પણ પ્લોટ વેલીડેશન, બિલ્ડીંગ પ્લાન પાસ, બીયુપી, ફાયર એનઓસી સહિતના મામલે અરજદારો હેરાન પરેશાન થઇ રહ્યા છે. અહીં ફકત બિલ્ડર્સ કે ડેવલપર્સ જ આ સમસ્યાનો સામનો કરી રહ્યા નથી પરંતુ સામાન્ય નાગરિકો કે જેઓ ડાના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે અને પોતાના રહેણાંક મકાન કે પોતાના વેપાર ધંધા માટેના દુકાન કે શોમ માટેના પ્લાન મુકયાં હોય તેવા અરજદારો પણ ત્રાહિમામ પોકારી ઉઠા છે. ડામાં ભાગ્યે જ કોઈ અધિકારીઓ કે ઇજનેરો હાજર હોય છે અને હાજર હોય ત્યારે મિટિંગમાં હોય છે. મિટિંગ પૂર્ણ થયા બાદ ફિલ્ડ વિઝીટ કે પ્રોજેકટની સાઇટ વિઝીટમાં નીકળે છે ત્યારબાદ સીધા બીજા જ દિવસે કચેરીમાં પધારે છે તેવી અરજદારોની વ્યાપક ફરિયાદો છે. અમુક વખતે તો અરજદારો ત્રણ ચાર ધક્કા ખાય પછી સંબંધિત અધિકારી કે ઇજનેર સાથે મુલાકાત થાય તેવા કિસ્સા રોજિંદા બન્યા છે.
રાજકોટ મ્યુનિ.કમિશનરએ મહાપાલિકામાં ચાર્જ સંભાળ્યો ત્યારે ત્યાંથી જ ડાના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ડાના અધિકારીઓએ મહાપાલિકાએ આવીને નવા ચેરમેનને વેલકમ કર્યા હતા. ત્યારબાદ ડાનો સ્ટાફ નથી મહાપાલિકાએ આવ્યો કે નથી નવનિયુકત ચેરમેન ડામાં આવ્યા !
મહાપાલિકામાં આગામી નાણાંકીય વર્ષના બજેટની તૈયારીઓ શ થઇ છે, યારે ડામાં હજુ કોઈ ઠેકાણું નથી. છેલ્લા ઘણા સમયથી ડામાં સ્ટાફની અછત છે તેમ છતાં રેગ્યુલર ચાર્જમાં નવા સ્ટાફની નિમણુકં કરી ખાલી જગ્યાઓ ભરવાને બદલે ઇન્ચાર્જથી તેમજ કોન્ટ્રાકટ બેઝના સ્ટાફથી કામ ચલાવાય રહ્યું છે. નવનિયુકત ચેરમેન ડાના તંત્રને પુન:જીવિત કરી ચેતનવંતુ બનાવશે તેવી સૌને આશા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો પીએમ મોદીને આંબેડકર માટે આદર છે તો અમિત શાહને હટાવી દેવા જોઈએ: ખડગે
December 18, 2024 05:49 PMવૃદ્ધ વ્યક્તિને રાહ જોવડાવવાની સજા: કર્મચારીઓએ ઉભા ઉભા કરવું પડ્યું કામ
December 18, 2024 05:00 PMદુબઈના શેખની લકઝરી લાઈફસ્ટાઈલ, સોનાના વાસણમાં પીવે છે ચા
December 18, 2024 04:57 PMકપલે છપાવ્યું લગ્નનું અનોખું કાર્ડ, બનાવી આધારકાર્ડની ડીઝાઇન
December 18, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech