એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ભૂકંપથી ઉત્સાહિત થતાં લોકો નારાજ

  • March 25, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • નેટિઝન્સે યે હૈ મોહબ્બતે ફેમ એક્ટ્રેસની હરકતને અસંવેદશીલ ગણાવી
  • તાજેતરમાં આવેલા 6.6ના ભૂકંપથી સમગ્ર દેશમાં હલચલ મચી હતી



તૂર્કીય અને સીરિયામાં 50 હજાર લોકોને ભરખી જનારા ભૂકંપ બાદ ભારતમાં પણ ખાસ  કરીને ગુજરાતના કચ્છ ક્ષેત્રના આંચકા ચાલું રહેતા લોકોના જીવ તાળવે ચોંટી રહ્યા છે. ત્યારે યે હૈ મોહબ્બતે ફેમ દિવ્યાકા ત્રિપાઠીએ ભૂકંપને લઇ ઉત્સાહ દેખાડતા નેટિઝન્સ ખફા થઇ રહ્યા છે.


દિવ્યાંકા ત્રિપાઠીએ એક વીડિયો શેપ કર્યો છે જેમાં તેણી ભૂકંપને લઈને ખૂબ જ એક્સાઇટેડ જોવા મળી રહી છે પરંતુ તેણીના રિએક્શનથી હાલ લોકો ખૂબ જ નારાજ થઈ રહ્યા છે. ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી પોતાના પેન્સની વચ્ચે ચર્ચામાં રહેવા માચે અવાર-નવાર શાનદાર પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં તેણી ઈન્સ્ટા લાઈવને લઈને ટ્રોલ થઈ રહી છે. આ વીડિયો તેણીએ ભૂકંપના ઝાટકા અનુભવ કર્યા બાદ શેર કર્યો હતો. એક્ટ્રેસે ભૂકંપ દરમિયાન એવું રિએક્શન આપ્યું જેના કારણે લોકો તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. જોકે, ઘણાં લોકો એક્ટ્રેસને સપોર્ટ પણ કરી રહ્યા છે.

હકીકતમાં, મંગળવારે અફઘાનિસ્તાન-પાકિસ્તાન 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા ભારતમાં પણ અનુભવાયા હતા. આ ભૂકંપ અમુક સેકન્ડ સુધી ચાલ્યો હતો. દરમિયાન ઘણા લોકો પોતાના ઘર અને બિલ્ડિંગ્સની બહાર નીકળી ગયા હતાં. તે દરમિયાન દિવ્યાંકાએ આ વીડિયો શેર કર્યો હતો. તે કોઈ સંબંધીના ઘરે આવી હતી અને જેવા ભૂકંપના ઝાટકા શરુ થયા કે એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને કહ્યુ કે તેણી ખૂબ જ એક્સાઇટેડ ફીલ કરી રહી છે.

વીડિયોમાં એક્ટ્રેસ કહે છે કે, 'આ ખૂબ જ રોમાંચક છે કારણકે, હું મારા જીવનનો પહેલો ભૂકંપનો ઝાટકો અનુભવી રહી છુ... સોસાયટીમાંથી તમામ લોકો નીચે આવી ગયા છે. આ એક્સાઇટિંગ છે. હાલ પૂરતું, જ્યાં સુધી વધારે નથી થતું' ત્યારબાદ તે આજુબાજુના લોકોના પણ રિએક્શન લે છે.

દિવ્યાંકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોને આ વીડિયો ખૂબ જ અસંવેદનશીલ લાગે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે દિવ્યાંકાનો આ વીડિયો શેર કરી તેના પર નારાજગી દર્શાવી છે અને એક્ટ્રેસને ભૂકંપથી થયેલા નુકસાનની યાદ અપાવી છે. જોકે, ઘણા લોકો એક્ટ્રેસના સપોર્ટમાં પણ આવી રહ્યા છે અને કહ્યુ કે તેણે વીડિયોમાં કહ્યુ કે આ ત્યાં સુધી એક્સાઇટિંગ છે જ્યાં સુધી વધારે નથી થતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application