શાકભાજી અને ફળો બંને આપણા આહારનો આવશ્યક ભાગ છે. જો સ્વસ્થ અને રોગોથી દૂર રહેવા ઈચ્છો છો તો આ બંને વસ્તુઓને આહારમાં સમાન માત્રામાં સામેલ કરવી જોઈએ. મોટાભાગના શાક છાલ કાઢીને તૈયાર કરવામાં આવે છે અને ફળોમાં પણ એવું જ છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે સફરજન કે કીવી જેવી વસ્તુઓની પણ છાલ કાઢીને ખાવાનું પસંદ કરે છે.
બટાટા, ડુંગળી કે અન્ય ફળોની છાલ ડસ્ટબીનમાં ફેંકવામાં આવે છે પરંતુ શું જાણો છો કે આ છાલનો કોઈને કોઈ રીતે ઉપયોગ પણ કરી શકો છો. જો છાલને સીધી કચરામાં ફેંકી દો છો, તો હવે આમ કરવાનું બંધ કરો અને જાણો નકામી ગણાતી આ છાલના યોગ્ય ઉપયોગ વિશે.
બટાટાની છાલ આંખનો થાક દૂર કરે છે
બટાટાનો ઉપયોગ લગભગ દરેક શાકમાં થાય છે પરંતુ લોકો તેની છાલને નકામી માને છે અને તેને ફેંકી દે છે. વિટામિન અને એન્ઝાઇમથી ભરપૂર બટાટાની છાલ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આનો ઉપયોગ સોજી ગયેલી અને થાકેલી આંખોને રાહત આપવા માટે થાય છે. તેને 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો. જ્યારે તે ઠંડી થઇ જાય પછી તેને આંખોની આસપાસ મૂકો. 15 મિનિટ પછી મોં ધોઈ લો. જેનાથી ઘણી રાહત અનુભવશો.
નારંગીની છાલથી દાંત સાફ કરો
દાંતને ચમકાવવા માટે કેળા કે નારંગીની છાલ ખૂબ જ ફાયદાકારક છે. તેની છાલનો અંદરનો ભાગ દાંત પર ઘસો. તેનાથી દાંતની પીળાશ દૂર થશે. તેમાં મેગ્નેશિયમ, મેંગેનીઝ અને પોટેશિયમ હોય છે - જે દાંતના દંતવલ્ક માટે સારું છે.
સફરજનની છાલ ત્વચાને બનાવશે ચમકદાર
સફરજનની છાલમાં હાજર વિટામિન ઇ ત્વચાને નરમ અને હાઇડ્રેટેડ રાખે છે. તેમાં રહેલું કોલેજન ત્વચાને યુવાન રાખવામાં ફાયદાકારક છે. સફરજનની છાલ ચહેરા પર લગાવવાથી ખીલ અને પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થશે.
કુદરતી જંતુનાશક
નારંગીની છાલ કુદરતી જંતુનાશક છે. તે જંતુઓને દૂર રાખવામાં અસરકારક સાબિત થાય છે. નારંગી અને લીંબુમાં જોવા મળતી સાઇટ્રસની ગંધ જંતુઓને દૂર રાખે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન, સંગીત જગતમાં શોકનું મોજું
December 11, 2024 07:45 PMરાજકોટ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જળસંચય જન ભાગીદારી બેઠક યોજાઇ
December 11, 2024 07:44 PMરાજ્ય સ્તરની ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે આ તારીખે...
December 11, 2024 07:42 PMરોજીંદા જીવનમાં વપરાતી આ તમામ દવાઓ પર આ વર્ષે લાગ્યો પ્રતિબંધ
December 11, 2024 05:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech