BREAKING NEWS

માલિયાસણ નજીક પીકઅપવાનની ઠોકરે રાહદારી મહિલાનું મોત

  • November 25, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેર હોય કે બેડી વિસ્તાર કે પછી રાજકોટ-અમદાવાદ હાઇવે જીવલેણ અકસ્માતની ઘટના થોભતી નથી,ગત સાંજે માલિયાસણ નજીક વધુ એક અકસ્માતમા રાહદારી મહિલાનું મોત નીપજ્યું છે. કારખાનેથી મજૂરી કામ પૂરું કરી ઘરે પગપાળા ઘરે જતા હતા ત્યારે પુરપાટ ઝડપે નીકળેલા પીકઅપવાને મહિલાને ઠોકરે લેતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. વાહન ચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો.


પ્રાપ્ત વિગત મુજબ માલિયાસણ ગામે રહેતા ચંદ્રિકાબેન કિશનસિંગ રજપૂત (ઉ.વ.40)ના મહિલા સાંજે સાડા છએક વાગ્યે માલિયાસણથી કુવાડવા તરફ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ત્રિ મંદિર પાસે પહોંચતા પાછળથી બંબાટ ઝડપે આવેલા પીકઅપ વાનના ચાલકે મહિલાને અડફેટે લેતા રોડ પર પટકાયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને તાકીદે 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડી મહિલાના ફોનમાંથી પુત્રને જાણ કરતા પુત્ર સહિતના હોસ્પિટલએ દોડી ગયા હતા. મહિલાને ગંભીર ઇજા થવાથી કલાકોની સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતક ચંદ્રિકાબેનના કારખાનામાં મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા પીકઅપ વાનના ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મહિલાના મૃત્યુ થી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application