પેટીએમની બેંકિંગ સેવામાં ખામી જણાતા ભારતીય રિઝર્વ બેંકે બુધવારે મોટી કાર્યવાહી કરી છે. RBIએ Paytm પેમેન્ટ બેંકને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારની ડિપોઝિટ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. 29 ફેબ્રુઆરી પછી, Paytm હવે બેંકિંગ, વોલેટ અને ટોપ-અપ સેવાઓ પ્રદાન કરી શકશે નહીં. RBIએ નિયમોનું પાલન ન કરવા બદલ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જો કે, આ પહેલા ગ્રાહકો તેમના પૈસા ઉપાડી શકે છે.
RBIએ કહ્યું કે, Paytm પેમેન્ટ બેંકના ઓડિટમાં સુપરવાઇઝરી ખામીઓ જોવા મળી છે. જે બાદ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ 11 માર્ચે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો ઉમેરવાથી રોકી દીધી હતી.
29 ફેબ્રુઆરી, 2024 પછી, કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ વગેરેમાં વ્યાજ સિવાય કોઈ જમા કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ટોપ-અપ, કેશબેક અથવા રિફંડની મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે હાલમાં આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહક પોતાના ખાતામાંથી બેલેન્સ ઉપાડી શકે છે.
કેન્દ્રીય બેંકે વન-97 કોમ્યુનિકેશન લિમિટેડ અને પેટીએમ પેમેન્ટ સર્વિસ લિમિટેડના નોડલ એકાઉન્ટ્સને 29 ફેબ્રુઆરી, 2024 પહેલા કોઈપણ સંજોગોમાં વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવા જણાવ્યું છે. બેંકે પેમેન્ટ બેંકોને તમામ પાઇપલાઇન વ્યવહારો અને નોડલ એકાઉન્ટ્સ 15 સુધીમાં સેટલ કરવાનો આદેશ આપ્યો છે. તે પછી અન્ય કોઈ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપવામાં આવશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech