રાજકોટ એરપોર્ટ પર ગ્રાઉન્ડ વર્ક કર્મચારીઓની ભરતીમાં એર ઇન્ડિયા દ્રારા નવાને શિરપાવ અને જૂનાને ઠેંગો જેવી વ્હાલા દવલાની નીતિ અપનાવાતી હોવાની સિસ્ટમથી જૂના કર્મચારીઓ આંતરિક રોષ કે કચવાટ દેખાઈ રહ્યો છે. જુનાને ઓછો પગાર અને નવા આવેલાઓને વધુ સેલેરીના મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કે અવાજ ઉઠાવવા કર્મચારીઓમાં ગણગણાટ ચાલ્યો છે.
રાજકોટ એર ઇન્ડિયાના કર્મચારીઓમાં વ્હાલા દવલાની નીતિ ના લીધે કર્મચારીઓમાં અસંતોષની આગ ભભૂકી રહી છે. તાજેતરમાં નવી ભરતી કરાયેલા કર્મચારીઓને પગારનો સ્કેલ વધુ આપવામાં આવી રહ્યો છે યારે વર્ષેાથી ફરજ બજાવતા કર્મચારીઓને જુનિયર કરતા પગાર ધોરણ નીચું રાખવામાં આવતા આ મુદ્દે કર્મચારીઓમાં નારાજગી ફેલાય છે અને આ અંગેની રજૂઆત ઉચ્ચ ઓથોરિટી સુધી કરવામાં આવી છે.
આ અંગેની મળતી વિગત મુજબ એર ઇન્ડિયાની ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી ના કર્મચારીઓ વર્ષેાથી એર ઇન્ડિયામાં વર્ષેાથી ફરજ બજાવે છે. જે કર્મચારીઓ દસ વર્ષથી ફરજ બજાવે છે તેમને પગારનું માળખું જુનિયરની સરખામણીએ ઓછું છે યારે તાજેતરમાં જે સ્ટાફની રિક્રુટમેન્ટ કરવામાં આવી હતી એમને વધુ સેલેરી આપવામાં આવતી હોવાથી કર્મચારીઓ એજન્સી દ્રારા અન્યાય થતો હોવાની લાગણી અનુભવી રહ્યા છે જેમાં મળતી વિગતો મુજબ કોમર્શિયલ જુનિયર સી.એસ.ઇ થી લઈ સિનિયર સી.એસ.ઇ સુધી રાજકોટ એર ઇન્ડિયામાં ૧૦૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
આ ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી નીચે ગ્રાઉન્ડ સ્ટાફથી લઈ ઓપરેશનલ સુધીના વિભાગમાં અનેક કર્મચારીઓ વર્ષેાથી વરસ બજાવે છે ત્યારે થોડા સમય પહેલા દ્રારા નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી ત્યારે જુના અને નવા કર્મચારીઓ વચ્ચે ના પગાર ધોરણમાં ૩,૦૦૦ થી વધુ નો તફાવત આવી રહ્યો છે તો આ બાબતે કર્મચારીઓએ રોષભેર જણાવ્યું હતું કે, અમે એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડ ની ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીમાં કામ કરી રહ્યા છીએ, પગાર વધારાની વાત તો સાઈડમાં રહી પરંતુ નવા કર્મચારીઓ ને ગોળ અને અમને ખોળ..! એ કઈ રીતે સહન કરવું.? આ ઉપરાંત અનેક કર્મચારીઓના પ્રમોશન પર બે વર્ષથી અધ્ધરતાલ હોવાનું સામે આવ્યું છે. હવે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થઈ ગયું છે ત્યારે કામગીરી વધી છે પરંતુ કર્મચારીઓની સંખ્યા પણ પ્રમાણમાં ઓછી હોવાથી એક એક કર્મચારીઓ પર બેવડી જવાબદારી આવી છે તેમ છતાં પગાર ધોરણ બાબતે એજન્સી દ્રારા અન્યાય કરવામાં આવતો હોવાની વ્યથા કર્મચારીઓએ વ્યકત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech