વેલેન્ટાઇન ડે પર રાષ્ટ્રપ્રેમ છલકાયો : રાજકોટમાં યુવાનોએ ભારત માતાનું પૂજન કર્યું, ભારત માતાની જયના લાગ્યા નારા

  • February 15, 2023 08:28 PM 
આજે જયારે વેલેટાઇન્સ ડેની ઉજવણી થઇ રહી છે. ત્યારે રાષ્ટ્રવાદી વિચારધારાવાળી સંસ્થા નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન અને ઇન્ડિયન લાયન્સ દ્વારા વેલેન્ટાઇન્સ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. રાજકોટના કિસાનપરા ચોક ખાતે I Love ભારતમાતા નામક જાહેર કાર્યક્રમ યોજાયો. જેમાં રાજકોટિયન્સ દ્વારા ભારત માતાનું પૂજન અને આરતી કરવામાં આવી. આ સાથે રાજકોટવાસીઓ દ્વારા તેમની ભારત માતા માટે ફીલિંગ્સ શેર કરી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ પ્રથમ પ્રેમએ રાષ્ટ્ર પ્રેમ હોવો જોઈએ તેવી જાગૃતતા કેળવવાં થયો હતો. જેમાં રાજકોટ મેયર ડૉ. પ્રદીપ ડવ સહિત સમાજના પ્રભુદ્ધ નાગરિકો અને નાગરિકો જોડાયા હતા અને વેલેન્ટાઇન્સની ઉજવણી જરા હટ કે રીતે કરીને સમાજને નવી પ્રેરણા મળે તે પ્રકારનો પ્રયાસ કર્યો હતો. આ સાથે I love ભારતમાતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ સહભાગી બન્યો સાથે વિવિધ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સીટીના વિદ્યાર્થી પણ આજના દિવસે ભારત માતાનું પૂજન કર્યું અને ભારત માતા માટે પોતાની ફીલિંગ્સ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં I Love ભારત માતાનો કાર્યક્રમ છેલ્લા ૮ વર્ષથી યોજાય છે જેનો મુખ્ય ઉદેશ યુવા પેઢીઓને પશ્ચિમી સંસ્કૃતિની ગેર માન્યતાને દૂર કરી ભરતીય સંસ્કૃતિ તરફ વાળવા માટે કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application