સૌરાષ્ટ્ર્રમાં દેશભકિત છવાઈ : આન–બાન–શાન સાથે તિરંગો લહેરાયો

  • January 27, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ: દેશભરમાં ૭૬માં પ્રજાસતાક પર્વની ઉજવણી હર્ષેાલ્લાસ સાથે કરવામાં આવી હતી. જિલ્લા–તાલુકા કક્ષાએ ઠેર ઠેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, શાળા–કોલેજના વિધાર્થીઓ દ્રારા વહેલી સવારે પ્રભાતફેરી યોજી હતી બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રસ્તુતિઓ રજૂ કરતા દેશભકિતનો માહોલ ઉભો થયો હતો.સૌરાષ્ટ્ર્રના રાજકોટમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્રતા પર્વની કોટડા સાંગાણી ખાતે ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, ભાવનગર, કચ્છ–ભુજ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ઉના ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ ધ્વજ ફરકાવ્યો
ગીર સોમનાથના ઉનાના આંગણે દેશભકિતસભર માહોલમાં જિલ્લ ાકક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમગં અને ઉલ્લ ાસભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી.  ઉનાના શાહ.એચ.ડી. હાઈસ્કૂલના મેદાન ખાતે આયોજીત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મત્સ્યોધોગ મંત્રી  પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. મંત્રી વતી પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવતા જિલ્લ ા કલેકટર  દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમૃતકાળના આરંભના વર્ષેામાં ગુજરાત ભારતના વિકાસની લીડ લઈ રહ્યું છે. ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં સાધેલા અભૂતપૂર્વ વિકાસથી વડાપ્રધાનનો વિકસિત ભારતનો સંકલ્પ અચૂક સાકાર થવાનો છે. ગીર સોમનાથ જિલ્લો બહત્પઆયામી વિકાસ સાધી રહ્યો છે. તે સાથે જ પોતાની સાંસ્કૃતિક વિરાસત અને ધરોહરને સાચવીને આગળ વધી રહ્યો છે. દ્રાદશ યોતિલિગમાં સર્વપ્રથમ એવા ભગવાન  સોમનાથનું ધામ એવો આપણો જિલ્લ ો સમગ્ર વિશ્વના નાગરિકોને પોતાના આંગણે આકર્ષિત કરી સંમોહિત કરે છે. આ વિરાસતના રક્ષણ કાજે હમીરજી ગોહિલ જેવા અનેક નામી–અનામી સપૂતોએ શહીદી વહોરી દેશની એકતાની મિસાલ કાયમ કરી હતી. તેમને યાદ કરવાનો અવસર છે. તેમ જણાવી સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. પ્રજાસતાક પર્વની પરેડનું નેતૃત્વ કમાન્ડર  જે.જે.પરમારે લીધું હતું. મંત્રીએ પુષ પ્લાટૂન, મહિલા પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, એન.સી.સી પ્લાટૂન તેમજ એસ.આર.પી. ગૃપ બેન્ડ પ્લાટૂનની સલામી ઝીલી હતી.
વિવિધ સ્થાનિક શાળાના વિધાર્થીઓએ રાષ્ટ્ર્રભકિત ગીતો પર દેશભકિત સભર સાંસ્કૃતિક કૃતિઓ, રાસ–ગરબા સહિતની કૃતિઓ રજૂ કરી હતી. પ્રસ્તુતિઓ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. મંત્રીના હસ્તે જિલ્લ ાના વિકાસ કાર્યેા માટે .રપ લાખનો ચેક કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે સ્વાતંય સેનાની પ્રતાપરાય છોટાલાલ પાઠક સહિત જુદાં–જુદા ક્ષેત્રે વિશિષ્ટ્ર કામગીરી કરનારા નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.


સોમનાથ મંદિરે ધ્વજવંદન

સોમનાથ મંદિર ખાતે ગણતત્રં દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં સોમનાથ પરીસરમાં ટ્રસ્ટી પ્રોફેસર જે ડી પરમારના હસ્તે ધ્વજ વંદન યોજાયેલ જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો,  સોમનાથ મંદિર દ્રીમંડળના તીર્થપુરોહિતો જોડાયા હતા. ધ્વજ વંદન બાદ ભારતમાતા અને સરદારની પ્રતિમાને ભાવાંજલી, પુષ્પાંજલી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરથી આવતા યાત્રીઓ જોડાયા હતા અને ધન્ય બન્યા હતા

સોરઠનો ભવ્ય વારસો વર્તમાન સમયમાં પણ જાળવીને વિકાસના પથ પર  અગ્રેસર– કલેકટર
જૂનાગઢ જિલ્લ ાના મેંદરડા ખાતે  પ્રજાસત્તાક પર્વની જિલ્લ ા કક્ષાની ઉજવણી દેશભકિત સભર માહોલમાં સંપન્ન થઈ હતી.કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ  ધ્વજ વંદન કરી પરેડની સલામી ઝીલી હતી. કલેકટરે આપેલા પ્રવચનમાં આરઝી હકુમત સેનાનીઓની લડાઈ અને બિરદાવી જૂનાગઢ જિલ્લ ાનું ભવ્ય વારસો વર્તમાન સમયમાં વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લ ાના નાગરિકોને પ્રસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજથી ૭૫ વર્ષ પહેલાં પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું.આપણા બંધારણમાં કલ્યાણ રાયની સ્થાપનાનો ઉદ્દેશ રહેલા  છે. આ શ્રે  બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદ્રઢ  બની છે. ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાયના નિર્માણ આગળ વધ્યો છે. આ આપણું ગૌરવ છે.  તેમણે વધુમાં કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યનું પાલન કરી અને રાષ્ટ્ર્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી ફરજ છે.આ પ્રસંગે તેમણે આરઝી હકુમતની લડાઈનો પણ ઉલ્લ ેખ કર્યેા હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લ ાએ તેનો ભવ્ય વારસો વર્તમાન સમયમાં પણ જાળવીને વિકાસના પથ પર જિલ્લ ો અગ્રેસર રહ્યો છે. પ્રવાસન, કૃષિ ,આધ્યાત્મિકતા, શિક્ષણ એમ દરેક ક્ષેત્રે જૂનાગઢ જિલ્લ ાએ વિકાસના નવા ચિન્હો પ્રસ્થાપિત કર્યા છે. પ્રજાસત્તાક પર્વની પરેડનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેકટર આર.બી ગઢવી એ કયુ હતું.કલેકટરે પોલીસ, મહિલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી,એસપીસી, માઉન્ટેન પ્લાટુનની સલામી  ઝીલી હતી. આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લ ા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, નિવાસી અધિક કલેકટર  એન.એફ. ચૌધરી, મેંદરડા પ્રાંત અધિકારી  કિશન ગળચર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ડોગ શો, અશ્ર્વ શો બન્યા આકર્ષણનું કેન્દ્ર
મેંદરડા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હોર્સ શો અને ડોગ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પોલીસ વિભાગ દ્રારા પ્રસ્તુત ડોગ અને અશ્વ  શો જોઈને સૈા કોઇ  મંત્રમુગ્ધ  બન્યા હતા. મેંદરડાના સ્થાનિક લોકો અને જિલ્લ ા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ વિધાર્થીઓ કાર્યક્રમમાં સહભાગી થયા હતા

સાવરકુંડલા ખાતે જિલ્લા કક્ષાના ગણતત્રં પર્વની કરાઈ ઉજવણી
સાવરકુંડલા સ્થિત વી.જે.પારેખ આંખની હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લાકક્ષાના ૭૬મા પ્રજાસત્તાક પર્વ–દિનની ઉજવણી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ ધ્વજવંદન કરી રાષ્ટ્ર્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે માર્ચ પાસ્ટ અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી.
 જિલ્લા કલેકટરએ પરેડ નિરિક્ષણ કર્યુ હતુ.કલેકટરે જણાવ્યું હતું કે, ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને પર્યાવરણીય સંકટમાંથી મુકિતનો માર્ગ ચીંધી શકે છે. ટેકનોલોજિકલ યુગમાં વધતાં જતાં સાઇબર અપરાધોને અટકાવવા જનજાગૃત્તિ આવશ્યક હોય આ માટે યુવાનોને આગળ આવવા આહ્વવાન કર્યુ હતુ.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આત્મા પ્રાકૃતિક કૃષિ પ્રોજેકટ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ, આઇ.સી.ડી.એસ., શિક્ષણ, સામાજિક વનીકરણ, આરોગ્ય, ૧૦૮ સેવા, નદં ઘર, સખી વન સ્ટોપ સેન્ટર, ખેલ મહાકુંભ, નમો ડ્રોન દીદી યોજના સહિતની કામગીરીની ઝાંખી કરાવતા ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
ઉજવણી પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ સહિતના પદાધિકારી – અધિકારીઓના હસ્તે શિક્ષણ, રમત ગમત, ૧૦૮ સેવા, પોલીસ, આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ્ર કામગીરી કરનારા અધિકારી–કર્મચારીઓને અને રમતગમતમાં ઉત્કૃષ્ટ્ર દેખાવ કરતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જુનાગઢ મહાનગરપાલિકામાં કમિશનરના હસ્તે ધ્વજ વંદન
જુનાગઢ મહાનગર પાલિકા,આઝાદ ચોક ખાતે કમિશનર ડો.ઓમ પ્રકાશના વરદ હસ્તે તેમજ મહાનુભવોની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ તેમજ શહેરના તમામ વોર્ડમાં શ્રે  સફાઈની કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
૭૬માં પ્રજાસતાક દિન નિમિતે કમિશનર દ્રારા જણાવવામાં આવ્યું કે, વર્ષ ૨૦૨૫ના અતં સુધીમાં શહેરીજનોએ પાયાની જરિયાત માટે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે મહાનગર પાલિકા, સતત કાર્યશીલ છે.આગામી દિવસોમાં શહેરીજનોની સુખાકારી માટે જી.આઇ.એસ.મેપિંગની મદદથી વધુ સારી રીતે સુવિધાઓ આપવામાં આવશે.જેમાં સૌ શહેરીજનોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
આ તકે પૂર્વ મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર,નાયબ કમિશનર એ.એસ.ઝાંપઙા.જે.જાડેજા,આસિ.કમિશનર(વ) જયેશભાઈ પી.વાજા, આસિ.કમિશનર (ટે), સેની.સુપ્રિ અને સેક્રેટરી કલ્પેશભાઈ જી ટોલિયા,સિનિયર ટાઉન પ્લાનર વી.કે.પારેખ,એમ.ઓ.એ સ્વયં પ્રકાશ પાંડે,ફાયર ઓફિસર દીપકભાઈ જાની,પ્રોગ્રામ ડિઝાસ્ટરશ્રી યકીન ભાઈ શિવાણી,સ્ટોર કિપર  રાજેશભાઈ મહેતા,ઓફિસ સુપ્રિ.જીેશભાઈ પરમાર, હાઉસ ટેક્ષ  વિરલભાઈ જોષી,લીગલ ઓફિસર હિતેશભાઈ કારીયા સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર  અમુદાન ભાઈ ગઢવી,પોલીસ જવાનો,ફાયર સ્ટાફ,સફાઈ યુનિયન પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા,વાલ્મીકિ સમાજ પ્રમુખ વિજયભાઈ વાળા, ગુરૂકુળ જ્ઞાન બાગના વિધાર્થીઓ, અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

માણાવદર: અનસૂયા ગૌધામ ખાતે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી
માણાવદર ખાતે અનસુયા ગૌધામ તેના સમાજ ઉપયોગી તથા જીવદયાના કાર્યેાથી દેશ અને વિદેશમાં વિખ્યાત ખ્યાતનામ પામેલું છે. આ ટ્રસ્ટ અનેકવિધ કાર્યેા કરી રહ્યું છે. તેમાં ગૌસેવા એ તેનું મુખ્ય સેવાકીય બિન્દુ છે. રાષ્ટ્ર્રપ્રેમ તેના બ્લડમાં ધબકી રહ્યું છે તેમના દ્રારા અનેક રાષ્ટ્ર્રહિતના કાર્યેા પણ થઈ રહ્યા છે. જે અન્વયે પ્રજાસતાક પર્વ નિમિતે ગૌધામના વિશાળ પટાંગણમાં ગાયોની સમક્ષ આ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. અનસુયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટ છે. વિશેષ તો એ છે કે, આવી સંસ્થા ટ્રસ્ટો રાષ્ટ્ર્રીય તહેવારોની ઉજવણી કરતા હોય તેવું ભાગ્યે જ બને છે. ત્યારે આ ગૌધામ રાષ્ટ્ર્રીય તહેવારોને પ્રાધાન્ય આપે છે તે કોઈની પાસે ફંડફાળા દાનની રકમ સ્વીકારતું નથી. ટ્રસ્ટના માલીકો પોતાની કમાણીના કરોડો રૂપિયા સમાજ સેવા તથા પશુ પંખીઓ તથા માનવ સેવામાં વાપરતા હોવાથી તેની ખ્યાતી દુર દુર સુધી પ્રસરી રહી છે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application