ગુજરાતની તમામ ૨૬ બેઠક પર પાંચ લાખથી વધુ મતની લીડ મળવી જોઈએ તેવો ટાર્ગેટ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે સેટ કર્યેા છે. થોડા સમય પહેલા તેમણે સમગ્ર રાયના ધારાસભ્યો શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સાથેની મિટિંગમાં પ્રત્યેક વિધાનસભા મત વિસ્તાર દીઠ એક લાખની લીડનો ટાર્ગેટ આપ્યો છે.
ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આવું કેવી રીતે શકય બને? સાત થી આઠ વિધાનસભા મત વિસ્તારનો એક સંસદીય મતવિસ્તાર બનતો હોય છે અને દરેક સંસદીય મતવિસ્તારમાં સરેરાશ ૨૨ થી ૨૩ લાખ મતદારો હોય છે. મતદાનની સરેરાશ ટકાવારી ૬૦ થી ૬૫ ટકા રહેતી હોય છે. આ બધી આંકડાકીય માહિતી મુજબ ૨૨ લાખ માંથી ૬૦ ટકા મુજબ ૧૨ લાખનું મતદાન થાય અને ભાજપના ઉમેદવારને દસ લાખથી વધુ મત મળે તો પાંચ લાખની લીડનો ટાર્ગેટ સિદ્ધ થાય તેમ છે.
આ અધિકારીએ એવી પણ વાત કરી હતી કે પ્રત્યેક વિધાનસભા મતવિસ્તાર દીઠ એક લાખની લીડની વાત મુજબ તો સાતથી આઠ લાખનો લીડનો ટાર્ગેટ સેટ કરાયો છે. આ વાત સફળ થશે કે કેમ ?એ તો ભવિષ્ય બતાવશે.ખુદ પાટીલ સંસદની ચૂંટણી અને એક વખત લડી ચૂકયા છે અને તેથી આ પ્રકારની આંકડાકીય માહિતીથી તે અજાણ ન હોઈ શકે. વિધાનસભા મતવિસ્તાર દીઠ એક એક લાખની લીડ ની ગણતરી એ ૮,૦૦,૦૦૦ ની લીડ થવી જોઈએ. પાટીલથી આ ભૂલથી બોલાઈ ગયું હશે કે લીડનો ટાર્ગેટ વધારી દેવાયો છે ? તેવા સવાલો ભાજપમાં પુછાય રહ્યા છે. જોકે પાંચ લાખ મતની લીડની વાત હતી ત્યારે પણ ઉપલેટાના ધારાસભ્ય ડોકટર મહેન્દ્રભાઈ પાડલીયાએ 'આ તો સાલુ મુશ્કેલ છે. પાટીલે ટાર્ગેટ આપ્યા પછી ટેન્શન વધી ગયું છે' તેવા ઉચ્ચારણો જાહેરમાં કર્યા હતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ પણ થયો હતો. જો કે છેલ્લે મુખ્યમંત્રીની હાજરીમાં મળેલી બેઠકમાં યારે ધારાસભ્યોને લીડ બાબતે કોઈને કાંઈ શંકા છે ?તેવો સવાલ યારે પાટીલે કર્યેા ત્યારે કોઈએ એક હરફસુધા ઉચ્ચાર્યેા ન હતો. આ બાબતે એક ધારાસભ્યને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ શકય જણાતું નથી. પરંતુ જાહેરમાં બોલવાનો કોઈ મતલબ નથી. જે કાંઈ 'સૌનું થશે તે વહત્પનું થશે'.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech