જૂના ઠરાવો નવા વિકાસને અટકાવી ન શકે, રિફોર્મ્સ લાવો: પાટીલની મ્યુ.પદાધિકારીઓને સલાહ

  • February 27, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગઇકાલે રાજકોટ સહિત રાજયભરના મહાનગરોના મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનો તેમજ ગત ટર્મના મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનનો એક સંયુકત વર્કશોપ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષેા જુના ઠરાવોના કારણે નવા વિકાસકામો અટકવા ન જોઇએ. ફલાણા ઠરાવને કારણે ઢીંકણું કામ ન થઇ શકે તે માનસિકતા બદલો અને ઠરાવો, નિયમો, સત્તાઓ વિગેરેમાં જરૂરી રિફોર્મ્સ લાવો.

રાજકોટ મહાનગરપાલિકા સહિત રાજયભરની મહાપાલિકાઓના પદાધિકારીઓને સલાહ આપતા પ્રદેશ પ્રમુખે ઉમેયુ હતું કે, જુના ઠરાવો નવા વિકાસકામોમાં સ્પીડ બ્રેકર ન બનવા જોઇએ. વિવિધ મહાપાલિકામાં સ્થાનિકે અલગ અલગ પધ્ધતિઓ હોય છે, ખર્ચ મંજૂરીની અલગ અલગ સતાઓ હોય છે, ગ્રાન્ટ મર્યાદા, ગ્રાન્ટમાંથી થતા કામો અલગ અલગ હોય છે આથી માહિતીનું આદાન પ્રદાન થાય તો યુનિફોર્મલ પોલીસી બની શકે અને સમાંતર રીતે સંતુલિત વિકાસ થઇ શકે. કોઈ એક મહાનગરમાં અમુક કામ થઈ શકે છે અને તે જ કામ અન્ય મહાનગરમાં થઈ શકતા નથી આવું બની રહ્યું છે તે ન બને તે માટે જરી રિફોર્મ્સ લાવવા જ રહ્યા, સ્થાનિક ભૂગોળ અનુસાર યોગ્ય જણાય તે મુજબના નિયમો હોય છે પરંતુ અમુક નિયમો અને સત્તાઓ જો સમાન રહે તો સંપૂર્ણ વિકાસ થઈ શકે. મ્યુનિસિપલ પદાધિકારીઓ પાસે વિવેક બુદ્ધિને આધીન વ્યાપક સત્તાઓ છે તેનો ઉપયોગ કરીને દરેક બાબતોમાં જરી ફેરફારો કરવા જોઈએ રિફોર્મ્સ લાવવા જોઈએ


પ્રદેશ પ્રમુખ પાટીલએ શું કહ્યું?

– તમામ મહાનગરોના પદાધિકારીઓ એકબીજા સાથે સતત સંપર્કમાં રહે
– દરેક કામના સંકલન જરી, એકબીજાને માર્ગદર્શિત કરવા ટકોર
– દરેક શહેરએ પોતાની આગવી કાર્ય પદ્ધતિઓ અન્ય શહેરને શીખવવાની.
– સ્થાનિક ઠરાવો, સત્તાઓ, નિયમોની આપ લે કરતા રહો
– અધિકારીઓ ઉપર કમાન્ડ રાખો, તેમના દોરવાયા દોરવાઇ ન જાવ.
– તમામ મહાનગરોની સંયુકત રિસર્ચ કમિટી બનાવાશે
– તમામ મેયર સ્ટે.ચેરમેનનું એક કોમન વોટસ એપ ગ્રૂપ બનાવાશે જેમાં પ્રદેશ પ્રમુખ પણ મેમ્બર તરીકે રહેશે.
– ગત ટર્મના પૂર્વ સ્ટે. ચેરમેનો અને પૂર્વ મેયરોને પણ વર્તમાન ચેરમેનો અને – મેયર્સને અનુભવનો લાભ આપવા અનુરોધ કર્યેા
– નિયમો અને ખર્ચ મંજૂરીની સત્તાઓની સમીક્ષા કરવા શીખ
– જુના ઠરાવોને કારણે વિકાસકામો અટકતા હોય તો રિવ્યૂ કરતા રહો, સુધારા ઠરાવો કરો, સાંપ્રત સમયને અનુપ નવા ઠરાવો કરો..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application