હીરાસર ખાતેનું નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ અપૂરતી સુવિધાઓને કારણે મુસાફરોને આકર્ષવામાં નિષ્ફળ ગયું છે, જેના કારણે જૂના રાજકોટ એરપોર્ટની સરખામણીમાં એર પેસેન્જર ટ્રાફિકમાં ખુબ જ ઓછો વધારો થયો છે. હિરાસર એરપોર્ટ જે અમદાવાદ હાઇવે પર રાજકોટથી લગભગ ૩૦ કિમી દૂર છે. કામચલાઉ ટર્મિનલનો ઉપયોગ કરીને સપ્ટેમ્બર ૨૦૨૩માં શ થયું હતું.
સૌરાષ્ટ્ર્રનું કોમર્શિયલ હબ હોવા છતાં અને જામનગર, દેવભૂમિ દ્રારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને મોરબી જિલ્લાઓમાં સેવા આપતા હોવા છતાં, લાંબા રનવેની ઉપલબ્ધતા સાથે લાઈટસ અને મુસાફરોની સંખ્યામાં અપેક્ષિત વધારો થયો નથી.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે કે જૂના રાજકોટ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ ના એપ્રિલ–સપ્ટેમ્બરમાં અગાઉના વર્ષની સરખામણીમાં ૨૩.૯ ટકા વધ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ની સરખામણીમાં, ૨૦૨૪–૨૫માં હિરાસર એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં માત્ર ૪.૫૯ ટકા વધારો થવાની ધારણા છે.એરપોર્ટ ઓથોરિટી દ્રારા ઓકટોબર માટેનો ડેટા હજુ સુધી સંકલિત કરવામાં આવ્યો નથી. કેટલાક મહિનામાં સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જેમ કે જુલાઈમાં યારે કુલ ૭૬,૫૮૬ મુસાફરો હતા, જે ગયા વર્ષે ૮૦,૨૯૬ હતા.
ટ્રાવેલ એજન્ટ અને ઈન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સ (આઈએટીઓ) કમિટીના સભ્ય સંજય મહેતાએ જણાવ્યું હતું કે એરલાઈનનું ભાડું એક કારણ હોય શકે છે કે ઉડ્ડયન ઉધોગ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ઘણા ઓપરેટરોને નુકસાન થઈ રહ્યું છે અને વિમાન ભાડા ખૂબ ઐંચા છે. જે મુસાફરોને નિરાશ કરે છે.
સૂત્રોનું કહેવું છે કે અમદાવાદ કરતા રાજકોટનું હવાઈ ભાડું વધુ છે. રાજકોટ–મુંબઈનું ભાડું ૪,૭૦૦ પિયાથી ૫,૦૦૦ પિયાની વચ્ચે છે, યારે અમદાવાદ–મુંબઈનું ભાડું ૨,૫૦૦ પિયાથી ૫,૦૦૦ પિયા વચ્ચે છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ પ્રણવ ભાલારા એ મુસાફરો માટેની એરપોર્ટ કમિટિમાં જણાવ્યું હતું કે સત્તાધીશોએ હિરાસર એરપોર્ટ પર ઉતાવળથી કામગીરી ફરી શ કરી. અંતરને કારણે શહેરથી એરપોર્ટ પહોંચવું વધુ મોંઘું બન્યું છે. વ્યકિતએ ઐંચા હવાઈ ભાડા ઉપરાંત ૧,૫૦૦ પિયાથી ૨,૦૦૦ પિયા વધુ ચૂકવવા પડે છે. કેટલાક હંગામી ટર્મિનલમાં ત્યાં પણ સુવિધાઓનો અભાવ છે.
હિરાસર ખાતેના એરપોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હંગામી ટર્મિનલનો ઉપયોગ કરીને કામગીરી શ કરી હતી. ૧૪ મહિના પછી પણ કાયમી ટર્મિનલનું બાંધકામ ચાલુ છે. કેટલીક સમયમર્યાદા – ૨૮ ફેબ્રુઆરી, ૩૧ માર્ચ અને ઓગસ્ટ ૧૫ ચુકાઈ ગઈ છે. અધિકારીઓએ નવી પૂર્ણતાની તારીખોની જાહેરાત કરવાનું બધં કરી દીધું છે.
જુલાઈમાં જારી કરાયેલા નિવેદનમાં ઓકટોબર ૨૦૨૪ના શિયાળાના સમયપત્રકમાં આંતરરાષ્ટ્ર્રીય લાઈટસની જાહેરાત કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી આંતરરાષ્ટ્ર્રીય લાઈટસ શ થઈ નથી. સૂત્રોનું કહેવું છે કે કાયમી ટર્મિનલ પર ગયા પછી જ આંતરરાષ્ટ્ર્રીય કામગીરી શ થઈ શકે છે, જેમાં ઈમિગ્રેશન અને કસ્ટમ સેટઅપ માટે ૪–૬ મહિનાનો સમય લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech