Partial relief to Paytm's FASTag users, મુદતમાં વધારો

  • February 17, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેટીએમ પેમેન્ટસ બેંકના ઉપર આવેલા સંકટની વચ્ચે તેના ફાસ્ટેગનો ઉપયોગ કરી રહેલા કરોડો લોકોને રિઝર્વ બેંકે થોડી રાહત આપી છે.પેટીએમ પેમેન્ટસ બેંક દ્રારા સંકટની વચ્ચે રિઝર્વ બેંકે ૨ કરોડ યુઝર્સને આંશિક રાહત આપી છે અને ફાસ્ટેગને રિચાર્જ કરવા પર રોકની ડેડલાઈન હવે ૨૯ ફેબ્રુઆરીથી વધારીને ૧૫ માર્ચ કરી લીધી છે. રિઝર્વ બેંકે ૩૧ જાન્યુઆરીએ એકશન લેતા કહ્યું કે પેટીએમ પેમેન્ટસ બેંક કે વોલેટમાં ૨૯ ફેબ્રુઆરી બાદ પૈસા એડ ન કરી શકાય. કારણ કે પેટીએમ ફાસ્ટેગ વોલેટથી લિંક થઈને કામ કરે છે. એવામાં ૨૯ ફેબ્રુઆરી બાદ તેને રિચાર્જ કરવા પર પણ રોક લગાવવામાં આવી હતી.

ટ્રાન્સફર થશે પેટીએમ ફાસ્ટેગ બેલેન્સ?
લોકોના મનમાં એક મોટો સવાલ એ હતો કે શું તે પોતાના પેટીએમ ફાસ્ટેગમાં પડેલુ બેલેન્સ બીજી બેંકના દ્રારા ઈશ્યૂ કરેલા ફાસ્ટેગમાં ટ્રાન્સફર કરી શકશે? તો રિઝર્વ બેંકે તેના પર કહ્યું છે કે એવું કરવું સંભવ નથી. આરબીઆઈ હાલ ફાસ્ટેગ પ્રોડકટમાં બેલેન્સ ટ્રાન્સફર કરવાની સુવિધા નથી આપતા. એવામાં યુઝર પોતાના પેટીએમ ફાસ્ટેગનું બેલેન્સ કોઈ બીજા ફાસ્ટેગમાં ટ્રાન્સફર નહીં કરી શકે.

રિઝર્વ બેંકેએ કેટલી આપી રાહત?
પેટીએમ પેમેન્ટસ બેંકમાં પૈસા ક્રેડિટ કરવા કે ફાસ્ટેગને રિચાર્જ કરવા પર રોકની ડેડલાઈન હવે ૨૯ ફેબ્રુઆરીથી વધારીને ૧૫ માર્ચ કરી લીધી છે. એટલે કે પોટીએમ ફાસ્ટેગ યુઝર્સ ૧૫ માર્ચ સુધી આજ રીતે પોતાના ફાસ્ટેગનો ઉપયોગ કરી શકો છો. જેમ તે હંમેશા કરાવતા આવ્યા છે. જોકે ૧૫ માર્ચના બાદ વસ્તુઓ પહેલા જેવી નહીં રહે.


૧૫ માર્ચ બાદ કરી શકાશે ઉપયોગ?
આરબીઆઈના એકશન પહેલા લગભગ ૨ કરોડ લોકો પેટીએમ ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા હતા. રિઝર્વ બેંકના એફએકયૂના અનુસાર હવે આ યુઝર ૧૫ માર્ચ બાદ પોતાના પેટીએમ ફાસ્ટેગને રિચાર્જ નહીં કરાવી શકે. જો તેમના ફાસ્ટેગમાં પહેલાથી પૈસા પડા છે તો તે ૧૫ માર્ચ બાદ પણ તે વધેલા પૈસાનો ઉપયોગ કરી શકે છે. રિઝર્વ બેંકની રોક ફાસ્ટેગના ઉપયોગ પર નથી પરંતુ તેને રિચાર્જ કરવા પર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application