સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં આજે પણ તાપમાન 40 ડીગ્રીને પાર થયું
જામનગરમાં ગઇકાલે સાંજે 45 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયા બાદ તાપમાનમાં આંશીક વધારો થયો છે, જો કે આજ સવારથી સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રીને પાર થઇ ચૂકયું છે અને આગામી દિવસોમાં વધુ ગરમી પડશે તેવી આગાહી છે ત્યારે જામનગરમાં અન્ય શહેરો કરતા ઓછી ગરમી પડતી હોવાથી લોકોને રાહત થઇ છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 35 ડીગ્રી, લઘુતમ તાપમાન 22 ડીગ્રી, રહ્યું હતું, હવામાં ભેજ 90 ટકા અને પવનની ગતિ 40 થી 45 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
ગઇકાલે રાજકોટનું તાપમાન પણ 41 ડીગ્રીને પાર થઇ ગયું હતું જયારે અમરેલી, જુનાગઢ, ગીર, સોમનાથ સહિતના શહેરોમાં પણ આકરો તાપ જોવા મળ્યો હતો, બપોરે 11 થી 5 દરમ્યાન ઉનાળામાં આકરો તાપ પડે તેવો તાપ પડી રહ્યો છે, સૂર્યદેવતા કોપાયમાન થઇ ગયા છે અને હજુ ચાર દિવસ સુધી ગરમીમાં રાહત મળવાની કોઇ શકયતા નથી તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. જયારે સૌરાષ્ટ્રમાં ખેડુતોને બપોરે ખેતરમાં કામ કરવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે, દ્વારકા જતા પદયાત્રીઓને પાણીનો વધુ સોસ પડે છે, જામનગર શહેરમાં હજુ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ છે જેને કારણે રોગચાળો વધી રહ્યો છે. ગઇકાલે મોડી રાત્રે 50 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, જો કે હજુ પણ મચ્છરનો ત્રાસ જોવા મળે છે, પરંતુ મહાપાલિકા દ્વારા ફોગીંગની કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.
ગામડાઓમાં મિશ્ર વાતાવરણને કારણે લોકો પરેશાન થઇ ગયા છે, ગળુ દુ:ખવું, શરદી, ઉધરસના કેસો પણ વધી રહ્યા છે. હાલારના ગામડા અને તાલુકા મથકો કાલાવડ, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા, ખંભાળીયા, દ્વારકા, લાલપુર, ફલ્લા સહિતના ગામોમાં ગરમી જોવા મળી હતી અને લોકો ગરમીથી વાજ આવી ગયા હતાં.
ગઇકાલે ગરમીનો માહોલ વધુ શ થયો છે અને બપોરે આકરો તાપ જોવા મળ્યો હતો, ગામડાઓમાં પણ ખેડુતો આકરા તાપને કારણે પરેશાન થઇ ગયા છે, આ વખતે મહત્તમ તાપમાન 42 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech