રાજકોટ મહાપાલિકા અને રેલવે તંત્રની ઘોર બેદરકારીને કારણે જામનગર રોડ ઉપરના વોર્ડ નં.૩માં આવેલો પરસાણા નગર વિસ્તાર મચ્છર નગર સમાન બની ગયો હોય મ્યુનિ.કમિશનર અને રેલવેના ડીઆરએમને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જો હવે તાકિદે જરૂરી પગલાં ન લેવાય તો આંદોલનનું એલાન કરાયું છે.
વિશેષમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઇ રાજાણીએ જણાવ્યું છે કે પરસાણાનગર શેરી નં.૭ના રેલવે ટ્રેકની પાછળ રેલવેની હદમાંથી રેલવે બાબુઓની ઘોર બેદરકારી અને લાપરવાહીને પગલે ડ્રેનેજની લાઇન તૂટી હોય કે અન્ય કોઈ પાણીની પાઇપલાઇન તૂટી હોવાને પગલે રેલવે વિસ્તારનું નીકળી રહેલ ગંદુ પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યું છે અને લાંબા સમયથી આ પાણી ને પગલે ભર ઉનાળે હાલ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગંદા પાણીને હિસાબે બિનજરૂરી કાંટાળી વનસ્પતિ ઉગી નીકળી છે. પરસાણા નગર ના રહેવાસીઓની ફરિયાદ છે કે આ ઠેક ઠેકાણે તળાવ જેવા ભરાયેલા આ ગંદા પાણી ડંકીમાં પણ ઘૂસી ગયા છે. હાલ આ પાણીને પગલે મચ્છરનું આક્રમણ વધી ગયું છે અને ગંધાતા ગંદા પાણીના પગલે સમગ્ર પરસાણાનગર વિસ્તાર મચ્છરોનું ઉત્પાદન કેન્દ્ર બની ગયું છે. જીવજંતુ અને મચ્છરોની ત્રાસદાયક સમસ્યા ઊભી થઈ છે અને રોગચાળો ફાટી નીકળે એ પહેલા રાજકોટ મહાનગરપાલિકા અને રેલવેના તંત્રને ઉંઘમાંથી જગાડવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવેના ડીઆરએમ અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને ગંદા પાણી નીકળે છે તે બાબતે તાત્કાલિક મરામત કરી યોગ્ય કરવા ટેલીફોનિક અને લેખિત રજૂઆત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોકર્સ બેલી શું છે? જાણો કુદરતી રીતે તેને ઘટાડવાની સરળ ટિપ્સ
May 14, 2025 03:55 PMઉનાળામાં આ શાકભાજી ન ખાઓ, સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે ભારે નુકસાન!
May 14, 2025 03:43 PMબોગસ બિલિંગમાં શિપબ્રેકરોના બંધ થયેલા પાનથી વ્યવહારો અંગે તપાસ
May 14, 2025 03:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech