પેરોલ ફર્લેા સ્કર્વેાડે પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડબલ મર્ડરના ગુનામાં વચગાળાના જામીન પર મુકત થયા બાદ ફરાર થઇ ગયેલા કેદીને બોટાદના પાળીયાદથી ઝડપી લીધો હતો. જયારે સાઇબર ક્રાઇમના ગુનામાં નાસતો ફરતો હનુમાન મઢી પાસે રહેતા શખસને પણ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા શખસોને પકડી કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે અંતર્ગત પેરોલ ફર્લેા સ્કર્વેાડના પી.આઈ. કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ પી એસ આઇ એસ.બી. ઘાસુરાની રાહબરી હેઠળ પેરોલ ફર્લેા સ્કર્વેાડની ટીમ તપાાસમા હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે રાણાવાવમાં થયેલા ડબલ મર્ડરના ગુનામાં ફરાર કેદી વિંજા ઉર્ફે વિજય રામદેવભાઇ મોઢવાડીયા(ઉ.વ. ૩૮ રહે. આદિત્યાણા તા. રાણાવાવ) ને બોટાદના પાળિયાદ પાસેથી ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કર્યેા હતો. આરોપી સામે ડબલ મર્ડરનો ગુનો નોંધાયા બાદ જેલહવાલે થયો હતો. વચગાળાના જામીન પર જેલમુકત થયા બાદ તે ફરાર થઇ ગયો હતો.
પેરોલ ફર્લેા સ્કર્વેાડની ટીમે અન્ય એક કામગીરીમાં સાયબર ક્રાઇમના ગુનામાં નાસતો ફરતો શખસ અમન અહેમદભાઈ કૈયડા(ઉ વ ૨૨)(રહે હનુમાન મઢી પાસે શિવપરા શેરી નંબર ૪) ને પકડી લીધો હતો.શખસને પકડી આગળની કાર્યવાહી માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સોપ્યો હતો આ કામગીરી માં એ.એસ.આઇ ઝહીરભાઈ ખફીફ, મહેન્દ્રસિંહ ઝાલા,રાજદિપસિંહ ગોહિલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ સિરાજભાઈ ચાનીયા, રાજદીપસિંહ ચૌહાણ, રોહિતભાઈ કછોટ, અંકિતભાઈ નિમાવત, પોલીસ કોન્સ્ટેબલ અમીનભાઈ ભલુર, કુલદીપસિંહ જાડેજા શાંતુબેન મુળીયા, દોલતસિંહ રાઠોડ સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application