ધ્રોલના પ્રોહિબીશનના ગુનામાં ફરારી શખ્સને પકડી લેતી પેરોલ ફર્લો

  • October 13, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જી.જી. હોસ્પીટલના પાર્કિંગમાંથી બાઇકની ચોરી


ધ્રોલના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડી સોપી આપ્યો હતો.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે સુચના આપવામાં આવેલ હોય, જેથી જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આરોપીઓને શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ જે.વી. ચૌધરી તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરી વર્કઆઉટ કરી રહયા હતા.


દરમ્યાન સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, કરણસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, ધર્મેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળેલ કે ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી દર્શન હરીશ ભણસાળી રહે. શંકરટેકરી શેરી નં. 49, જામનગરવાળો જનતા ફાટક પાસે ઉભો છે.


જે હકીકત આધારે તપાસ કરતા આરોપી મળી આવતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો હતો. જ્યારે જામનગરના સોનલનગરમાં રહેતા રાજેશ સામતભાઇ હરગાણીનું સ્પ્લેન્ડર પ્લસ નં. જીજે10-બીએમ-8354 ગત તા. 4ના સમય દરમ્યાન જી.જી. હોસ્પીટલ કેશબારી સામેના પાર્કિંગમાં રાખ્યુ હતું ત્યાથી કોઇ અજાણ્યો શખ્સ બાઇક ચોરી કરી ગયો હતો, આ અંગે રાજેશભાઇએ ગઇકાલે સીટી-બીમાં ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application