ભારતીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનની તમામ મહેનત વ્યર્થ ગઈ. પેરિસ ઓલિમ્પિક 2024માં તેની પ્રથમ જીત 'અમાન્ય' ગણાઈ. પ્રથમ જ મેચમાં લક્ષ્યની જીતે અન્ય ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું, પરંતુ હવે તેની જીત 'અમાન્ય' હોવાને કારણે તેની સાથે અનેક ભારતીય ખેલાડીઓના મનોબળને ઠેસ પહોંચી શકે છે. પણ લક્ષ્યની જીતને 'અમાન્ય' કેમ ગણવામાં આવી?
લક્ષ્યે 27 જુલાઈ, શનિવારે તેની પ્રથમ મેચમાં ગ્વાટેમાલાના કેવિન કોર્ડનને હરાવ્યો હતો. આ મેચમાં લક્ષ્યે કેવિન સામે 21-8 અને 22-20થી જીત મેળવી હતી. લક્ષ્ય બેડમિન્ટન મેન્સ સિંગલ્સના ગ્રુપ-એલમાં હાજર છે. આ ગ્રુપમાં લક્ષ્ય સહિત કુલ 4 ખેલાડીઓ હાજર રહ્યા હતા. લક્ષ્ય સામે હારનાર કેવિન કોર્ડન પણ આ જૂથનો ભાગ હતો. હવે કેવિને ઈજાના કારણે ઓલિમ્પિકમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. કેવિન કાર્ડનને ડાબી કોણીમાં ઈજા થઈ હતી.
કેવિને પોતાનું નામ પાછું ખેંચતાની સાથે જ લક્ષ્યની જીત 'અમાન્ય' થઇ ગઈ. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને જાહેરાત કરી હતી કે ભારતીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનની કેવિન કોર્ડન સામેની જીતની ગણતરી કરવામાં આવશે નહીં, કારણકે ગ્વાટેમાલાનો ખેલાડી ઈજાને કારણે સ્પર્ધામાંથી ખસી ગયો છે.
એક અપડેટ જાહેર કરીને બેડમિન્ટન ફેડરેશને કહ્યું કે ગ્વાટેમાલાના પુરૂષ સિંગલ્સ ખેલાડી કેવિડે કાર્ડને ડાબી કોણીની ઈજાને કારણે પેરિસ ઓલિમ્પિક 2024માં બેડમિન્ટન સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે લક્ષ્યે તેના ગ્રુપના તમામ ખેલાડીઓ કરતાં એક મેચ વધુ રમવી પડશે. હવે ગ્રૂપના તમામ ખેલાડીઓ બે-બે મેચ રમશે, પરંતુ લક્ષ્ય એક મેચ રમી ચૂક્યો છે.
લક્ષ્યની આગળની મેચ કોની સાથે?
લક્ષ્ય સિવાય બેડમિન્ટન મેન્સ સિંગલ્સના ગ્રુપ-Lમાં માત્ર ઈન્ડોનેશિયાના ક્રિસ્ટી જોનાથન અને બેલ્જિયમના કારાગી જુલિયન બાકી છે. લક્ષ્યનો આગામી મુકાબલો સોમવાર,29 જુલાઈ એટલે કે આજે કારાગી જુલિયન સામે થશે અને ત્યારબાદ તેની છેલ્લી મેચ 31 જુલાઈ, બુધવારે ક્રિસ્ટી જોનાથન સામે થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના નામે બે ફાયનાન્સ પેઢીને ચુનો લગાવનાર ઉપલેટાનો શખસ ઝડપાયો
January 27, 2025 11:41 AMજૂનાગઢ મહાપાલિકા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું શરૂ
January 27, 2025 11:40 AMરાજકોટમાં ઇંગ્લેન્ડને હરાવીને શ્રેણી જીતવાના જોમ સાથે આવતીકાલે ઉતરશે ભારતીય ટીમ
January 27, 2025 11:39 AMડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી
January 27, 2025 11:30 AMપ્રજાસત્તાક દિવસે દિલ્હીનું હવામાન સૌથી ગરમ રહ્યું, 8 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
January 27, 2025 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech