પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આજે દિલ્હીમાં કરશે સગાઇ

  • May 13, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • દિલ્હીમાં ચાલી રહી છે પુરજોશ તૈયારી, 150 મહેમાનો આવશે
  • પ્રિયંકા ચોપરા પણ પિતરાઇ બહેનની એન્ગેજમેન્ટમાં ખાલ પધારશે


બોલીવૂડ પરિ પરિણીતી ચોપરા અને આપ નેતા રાઘવ ચઢ્ઢાની આજે દિલ્હીમાં સગાઈ છે. સગાઇમાં પરિણીતીની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા તેની સગાઈમાં હાજરી આપવા માટે દિલ્હી આવશે. તેની સાથે નિક જોનાસ અને માલતી મેરી પણ આવી શકે છે. આ ફંકશન માટે આશરે દોઢ સો મહેમાનોને આમંત્રણ અપાયા હોવાના અહેવાલ છે. 


સગાઈ માટે દિલ્હીમાં  તડામાર તૈયારીઓ થઈ જ છે સાથે જ પરિણીતી ચોપરાના મુંબઈના ઘરને પણ રોશનીથી સજાવાયું છે. પરિણીતી અને રાઘવ સગાઈ પછી કપલ તરીકે મીડિયા સામે આવે છે કે કેમ એ તો થોડા કલાકોમાં ખબર પડી જશે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે, હાલ તો તેઓ ફક્ત સગાઈ પર ફોકસ કરી રહ્યા છે અને લગ્ન અંગે હજી વિચાર નથી કર્યો. સગાઈમાં કપલ કો-ઓર્ડિનેટેડ આઉટફિટ પહેરશે તેવી માહિતી સામે આવી છે.


 દરમિયાન સગાઈ માટે આવનાર મહેમાનોની યાદી પણ સામે આવી છે. પરિણીતી અને રાઘવની સગાઈમાં 150 મહેમાનોને આમંત્રણ અપાયું છે. માહિતી સામે આવી રહી છે કે, પરિણીતીની સગાઈમાં હાજરી આપવા પ્રિયંકા ચોપરા પણ ભારત આવી રહી છે. પરિણીતી અને પ્રિયંકા પિતરાઈ બહેનો છે. ત્યારે તેની સગાઈ માટે તે અમેરિકાથી આવવાની છે.

 

અહેવાલ મુજબ ફિલ્મ સર્જક કરણ જોહરને પણ સગાઈ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે સગાઈ આવતીકાલે થશે અને ઉજવણી આજે રાત્રે પાર્ટી સાથે શરૂ થશે. પરિણીતી અને રાઘવે તેમના મિત્રો માટે એક પાર્ટીનું આયોજન કર્યું છે જેથી તેઓ સારો સમય પસાર કરી શકે અને ડાન્સ કરી શકે. પરિણીતીના ભાઈઓ સહજ અને શિવાંગ ચોપરાએ તમામ વ્યવસ્થા કરી છે.
 

ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ સગાઈમાં હાજરી આપે તેવી શક્યતા છે. પરિણીતીએ પણ મનીષના ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યા છે. પરિણીતી કે રાઘવ ચઢ્ઢાએ હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી અને જ્યારે તેમની સગાઈ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો નથી. પરંતુ તેમની સગાઈ સાથે જોડાયેલા ગેસ્ટ લિસ્ટની સાથે મોટા ફંક્શનમાં ફૂડનું લિસ્ટ પણ સામે આવ્યું છે.


સગાઈમાં મેનૂ ભારતીય ભોજનનું હશે કે જેમાં કબાબનો પણ સમાવેશ થાય છે અને જેઓ તે સ્વાદિષ્ટ વાનગીઓમાં સામેલ થવા ઈચ્છે છે તેમના માટે તેમાં શાકાહારી વિકલ્પો પણ હશે. પરિણીતી અને રાઘવના પરિવારજનો આખા ફંક્શનને ખાનગી રાખવા માગે છે અને દિવસ પછી પાર્ટી કરવાનું આયોજન કરે છે.



વર્ક ફ્રન્ટ પર પરિણીતી છેલ્લે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની સાથે 'ઊંચાઈ'માં જોવા મળી હતી. તે આગામી સમયમાં દિલજીત દોસાંઝ સાથે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'ચમકીલા'માં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application