લોકસભાની રાજકોટની બેઠક માટેના કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા નથી. એન.સી.પી.સાથે સીટ શેરિંગ મામલે ચાલતી ચર્ચાના ભાગપે ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાનું નામ ઉછળ્યું હતું પરંતુ બીજા જ દિવસે ચિત્ર પલટાયુ હોવાનું પ્રદેશના આગેવાનો જણાવી રહ્યા છે.પ્રદેશ કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ એનસીપી સાથે મહારાષ્ટ્ર્રમાં બેઠકની સમજુતી થઈ છે પરંતુ ગુજરાતમાં આવું કશું થયું નથી. રાજકોટમાં અત્યાર સુધી પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું નામ રાજકોટ માટે બોલાતું હતું પરંતુ ભાજપે કડવા પાટીદાર સમાજના આગેવાન અને કેન્દ્રીય મંત્રી પુષોત્તમ પાલાને ઉમેદવાર તરીકે જાહેર કરતા જ્ઞાતિવાદના સમીકરણમાં લલિત કગથરાને ટિકિટ આપવાથી જો કડવા પાટીદારના મતોનું વિભાજન થાય તો કોંગ્રેસને ખાસ ફાયદો થાય તેમ નથી અને તેથી કોંગ્રેસે અહીં સિનિયર નેતાને ચૂંટણી લડવા માટે મોકલવાનું મન બનાવી લીધું છે.
ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવા માટે આજે દિલ્હીમાં કોંગ્રેસની વકિગ કમિટીની બેઠક મળી રહી છે અને ત્યારે તેમાં રાજકોટના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીનું નામ મોકલાયું હોવાનું જાણવા મળે છે.
જો કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉમેદવાર જાહેર કરે તો આયાતી ઉમેદવાર તરીકેની છાપ તેને બહત્પ અસર કરે તેમ નથી. કારણ કે આ બાબત પાલાને પણ સમાન રીતે લાગુ પડે છે. પરેશ ધાનાણીની તરફેણમાં એવી દલીલ કરવામાં આવે છે કે ચૂંટણીમાં સોશિયલ એન્જિનિયરિંગના મામલે ધાનાણી મેદાન મારી જાય છે. કડવા પાટીદારો કરતાં લેઉવા પાટીદારો આ મતક્ષેત્રમાં વધુ છે અને તેનો લાભ ધાનાણીને મળી શકે તેમ છે. કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાનોએ દિલ્હીમાં એવી પણ રજૂઆત કરી છે કે રાજકોટ બેઠક ભાજપનો ગઢ છે. પરંતુ ભૂતકાળમાં યારે કિરણ પટેલને ટિકિટ આપવામાં આવી ત્યારે કાર્યકરોની નારાજગીના અને કોળી મતદારોના કોમ્બિનેશનના કારણે કુંવરજીભાઈ બાવળીયા આ બેઠક પર ચૂંટાયા હતા અને અત્યારે પણ ભાજપમાં રાજકોટ બેઠક પર જે વાતાવરણ છે તે જોતા કિરણ પટેલવાળી થવાની શકયતા પણ નકારાતી નથી.
પરેશ ધાનાણી માટે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની આ પ્રકારની દલીલ અને તર્ક 'મૂંગેરીલાલ કે હસીને સપને' જેવી સાબિત થાય છે કે ઇતિહાસનું વધુ એક વખત પુનરાવર્તન થાય છે તે જો ધાનાણીને ટિકિટ મળે તો મતદારોને જોવા મળશે.કોંગ્રેસના આગેવાનો એવું પણ કહે છે કે પરિણામ જે આવે તે, પરંતુ અમે રાજકોટમાં ભાજપને આસાનીથી ચૂંટણી લડવા નહીં દઈએ. ઉમેદવારો વહેલા જાહેર કરવામાં ભાજપે ઉતાવળ કરી છે તેવો અહેસાસ પણ અમે ચોક્કસ કરાવીશું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech