બાળકો માટે પેન્શન ખાતાં ખોલાવી શકશે માતાપિતા

  • September 19, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 'એનપીએસ વાત્સલ્ય' યોજના શ કરી છે. જેમાં માતાપિતાને પેંશન ખાતામાં રોકાણ કરી પોતાના બાળકોના ભવિષ્ય માટે બચત કરવાની સુવિધા આપવામાં આવી છે. ૧૮ વર્ષની ઉંમરે પહોંચવા પર 'એનપીએસ વાત્સલ્ય' એકાઉન્ટને સામાન્ય એનપીએસ એકાઉન્ટમાં પાંતરિત કરી શકાય છે. જણાવી દઈએ કે, નાણામંત્રી દ્રારા બજેટમાં એનપીએસ વાત્સલ્યની જાહેરાત કરવામાં આવી હતી. માતાપિતા ઓનલાઈન અથવા બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈ એનપીએસ વાત્સલ્ય ખાતું ખોલાવી શકે છે. વાત્સલ્ય ખાતું ખોલવા માટે લઘુત્તમ યોગદાન  ૧,૦૦૦ હશે. જે બાદ શેરધારકોએ વાર્ષિક ૧,૦૦૦ પિયાનું યોગદાન આપવું પડશે. નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) ખાતાઓમાંથી ઉપાડ માટેની માર્ગદર્શિકાને હજુ અંતિમ સ્વપ આપવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય નાણામંત્રીએ એનપીએસની ભારે પ્રશંસા કરી હતી. તેમને કહ્યું કે, આ યોજના ખાનગી કર્મચારીઓ માટે ખૂબ જ આકર્ષક છે. તેમનું રોકાણ ૪૩ ટકાના સીએજીઆરથી વધ્યું છે. યારે તેની સરખામણીમાં સરકારી કર્મચારીઓની સંખ્યામાં ૨૭ ટકાનો વધારો થયો છે.
'એનપીએસ વાત્સલ્ય યોજના'ની શઆત કરતા નાણામંત્રીએ કહ્યું કે, આ પેન્શન સિસ્ટમે ખૂબ જ સ્પર્ધાત્મક વળતર આપ્યું છે અને તે લોકોને ભવિષ્યની આવક સુનિશ્ચિત કરતી વખતે બચતનો વિકલ્પ પૂરો પાડે છે. છેલ્લા ૧૦ વર્ષમાં એનપીસીના ૧.૮૬ કરોડ સબસ્ક્રાઇબર્સ છે અને એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) . ૧૩ લાખ કરોડ છે.  એનપીએસ વાત્સલ્ય યોજના એ પહેલેથી અસ્તિત્વમાં રહેલી એનપીએસ યોજનાનું બાળકો માટે વિસ્તરણ છે. જેમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એકાઉન્ટ ખોલી શકાય છે જે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી આપમેળે નિયમિત એનપીએસ ખાતામાં પાંતરિત થઈ જશે. જો કે, એનપીએસ વાત્સલ્ય યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં પેન્શન ફકત ૬૦ વર્ષની ઉંમરે જ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News