ખાલિસ્તાન સમર્થક શીખ્સ ફોર જસ્ટિસના એડવોકેટ જનરલ ગુરપતવતં સિંહ પન્નુએ તેમના વકીલોના માધ્યમથી ભારત સરકાર, રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય એક વિદ્ધ અમેરિકી સંધીય જીલ્લા ન્યાયાલયમાં એક સિવિલ દાવો દાખલ છે. જેમાં ગત વર્ષ અમેરિકી ધરતી પર તેમની હત્યાના કથિત પ્રયાસ માટે વળતરની માંગણી કરવામાં આવી છે.
ભારતીય મૂળના અમેરિકન–કેનેડિયન ડુઅલ સિટિઝન પન્નુને ભારત દ્રારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો, જૂન ૨૦૨૩માં એક હત્યાનું કાવતં નિષ્ફળ ગયા બાદ તેમને પોતાના પર હત્પમલાના પ્રયાસને ટાળ્યો હતો.
આ કેસ મંગળવારના રોજ ન્યૂયોર્કના દક્ષિણી જીલ્લાના જીલ્લા ન્યાયાલયમાં ભારત સરકાર, ડોભાલ, આર એન્ડ એડબલ્યુના ભૂતપૂર્વ વડા સામતં ગોયલ, આર એન્ડ એડબલ્યુના વરિ અધિકારી વિક્રમ યાદવ અને નિખિલ ગુા વિદ્ધ દાખલ કરવામાં આવ્યો, જે એક ભારતીય નાગરિક છે અને જેમને પન્નુની હત્યા માટે કથિત રીતે હત્યારાઓ ભાડે રાખવા માટે ભાડેથી હત્યા અને હત્યાનું કાવતં ઘડવાના આરોપમાં ન્યૂયોર્ક જેલમાં બધં કરવામાં આવ્યા છે. સિવિલ કેસ અન્ય સંભવિત પ્રતિવાદીઓની વિદ્ધ પણ જેમની ઓળખ હાલમાં અજ્ઞાત છે. પન્નુન હત્પમલો (અમેરિકામાં આમાં શારીરિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ શામેલ છે) અને અત્યાધિક ભાવનાત્મક સંકટ ઉત્પન્ન કરવા માટે નાણાંકિય વળતરની માંગી રહ્યા છે. તેમનો દાવો છે કે, તેમનો જીવ જોખમમાં છે. મુકદ્દમામાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, યાદવે, આર એન્ડ એડબલ્યુની સૂચનાઓ પર પન્નુનની હત્યા કરવા માટે હત્યારાઓને ભાડે આપવા ગુાની ભરતી કરી હતી અને હત્યાના કાવતરાને ગોયલ અને ડોભાલ દ્રારા મંજૂરી આપવામાં આવી હતી. જો કે, તે નિષ્ફળ કરવામાં આવ્યું હતું કારણ કે હત્યારાઓ ગુ અમેરિકન કાયદા અમલીકરણ એજન્ટો હતા. ફરિયાદમાં આરોપ છે કે, પીએમ મોદી હત્યાના કાવતરાથી વાકેફ હતા, પરંતુ તેઓ કહે છે કે દાવામાં તેમનું નામ નથી કારણ કે તેઓ વિદેશી રાયના વડા તરીકે પ્રતિરક્ષા ભોગવે છે.આરોપોની તપાસ માટે ભારત સરકારે પહેલેથી જ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.
ફરિયાદમાં પન્નુ કહે છે કે ષડયત્રં પાછળ કોઈ ઠગ ઓપરેટિવ નથી અને આરોપ મૂકયો છે કે ભારતને આર એન્ડ એડબલ્યદ્રારા કરવામાં આવેલી ૨૦ થી વધુ તાજેતરની આંતરરાષ્ટ્ર્રીય હત્યાઓ વિશે જાણ થઈ છે. તેમણે એપ્રિલમાં પીએમ મોદી દ્રારા કરાયેલી ટીપ્પણીનો ઉલ્લેખ કર્યેા હતો યારે તેમણે એક રેલીમાં કહ્યું હતું કે, નવું ભારત દુશ્મનોના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખે છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પન્નુનને ભારત સરકાર અને તેના એજન્ટો તરફથી તેમના જીવન માટે સતત જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતિવાદીઓએ પન્નુનને જે નુકસાન પહોંચાડું છે તેની ભરપાઈ કરવી જોઈએ.બ્રાઉન હેગી એન્ડ બોર્ડન એલએલપીના પન્નુનના એટર્ની મેથ્યુ બોર્ડને જણાવ્યું હતું કે, આ મુકદ્દમો ભારત સરકાર અને ત્યાંના કેટલાક ઉચ્ચ અધિકારીઓને યુએસ ટોર્ટ કાયદા હેઠળ જવાબદાર ઠેરવવા માંગે છે. અમારો ઉદ્દેશ્ય આ કાવતરામાં સામેલ દરેકને જવાબદાર ઠેરવવાનો છે.
બોર્ડેને જણાવ્યું હતું કે, પન્નુનને થયેલા નુકસાન માટે વળતર મેળવવા માટે આ સિવિલ દાવો છે. અમે જે નુકસાની માંગવા જઈ રહ્યા છીએ તે મુકદમામાં સાબિત થઈ જશે. તે તેને મળેલી તમામ સુરક્ષા પર આધારિત હશે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકી કોર્ટે ફોરેન સોવરિન ઈમ્યુનિટી એકટ ૧૯૭૬ હેઠળ આ મામલો અધિકાર ક્ષેત્ર ધરાવે છે. આ સિવિલ કેસ ગુા સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીથી અલગ છે. બોર્ડેને જણાવ્યું કે, અમેરિકન કાયદા હેઠળ પુરાવાનું ધોરણ સિવિલ કેસોમાં ઓછું છે અને અમે એવી રીતે તપાસ કરવા માટે હકદાર છીએ કે જે ફોજદારી કેસોમાં જરી નથી, ગુાને સજા કરવા સિવાય તેનું એક ધ્યેય છે. ફરિયાદમાં પન્નુએ આરોપ લગાવ્યો છે કે, તેને એટલા માટે નિશાન બનાવવામાં આવી રહ્યો છે કારણ કે તે ખાલિસ્તાનના નિર્માણ માટે અભિયાન ચલાવી રહ્યો છે અને અનૌપચારિક ખાલિસ્તાન લોકમતનું આયોજન કરી રહ્યો છે.
ફરિયાદમાં પન્નુનની હત્યાના કથિત કાવતરાની વિગતો આપવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુાએ પન્નુનની હત્યા કરવા માટે અન્ડરકવર એજન્ટોને ૧૦૦,૦૦૦ ડોલર આપવાનું વચન આપ્યું હતું અને તેણે અન્ડરકવર એજન્ટોને કહ્યું હતું કે પન્નુનની હત્યા પછી વધુ નોકરીઓ મળશે. એવો આરોપ છે કે યાદવે ગુાને કહ્યું હતું કે, તેમની આગામી અમેરિકા મુલાકાત દરમિયાન ઉચ્ચ કક્ષાના ભારતીય અધિકારીઓની હત્યા થઈ શકે નહીં. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૧૮ જૂન, ૨૦૨૩ના રોજ કેનેડામાં હરદીપ સિંહ નિરની હત્યા બાદ યાદવે ગુાને નિરના મૃતદેહને તેની ટ્રકમાં રાખવાની વીડિયો કિલપ મોકલી હતી. એક કલાક પછી, યાદવે ગુાને પન્નુનના ઘરનું સરનામું મોકલ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech