ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે જ પાણીપુરીની લારી વાળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

  • January 15, 2024 04:11 PM 

ભાવનગર શહેરના રૂપમ ચોક, ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયાની ઘટના બની હતી. પાણીપુરીની લારી લઈને ઉભેલા યુવાન પર પાણીપુરી ખાવા આવેલા ચા વાળા શખ્સે ઉશ્કેરાઈ જઈ હુમલો કરાતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળાં મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના રૂપમ ચોક, ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે ટીબી જૈન સ્કૂલની ગેટ પાસે ભૂરાભાઈ અમરસીંગભાઈ નિશાદ (ઉ.વ.૧૯, રહે.સિન્ધુનગર,સ્મશાન પાસે મૂળ. દોલતપૂર,જી.કાનપુર) પાણીપુરીની લારી લઇને ઉભો હતો. જે દરમિયાન મહેશ ઉર્ફે ભોલો પ્રવીણભાઈ ચા વાળો લારી પર આવી અને ભૂરા પાસે પાણીપુરી માંગી હતી. ત્યારે પાણીપુરી ખલાસ થઇ જતા પાણીપુરી ન હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં મહેશએ પાણીપુરી આપવા જણાવ્યું હતું. અને માથાકૂટ કરી ઉશ્કેરાઈ જઈ પાણીપુરી લારી ધારાક ભૂરા પર chri૬જેવા હથિયાર વડે જીવલેણ હુમલો કરાયો હતો. બનાવને પગલે ઘોઘા ગેટ ચોકમાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. અને યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ૧૦૮ માં સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અને ઈજાગ્રસ્ત યુવાન દ્વારા ગંગાજળિયા પોલીસમાં મહેશ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ૩૨૪,૫૦૪,૫૦૬(૨) કલમ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application