વર અને કન્યા એ લગ્નના મુખ્ય પાત્ર છે. જો કે હિંદુ લગ્નમાં અન્ય મહત્વની વ્યક્તિ પંડિતજી છે. જેમના વિના ધાર્મિક વિધિઓ પૂર્ણ થઈ શકતી નથી. જ્યારે દરેક પૂજારીની ધાર્મિક વિધિઓ અને મંત્રોના પાઠ કરવાની પોતાની શૈલી હોય છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પંડિતજીએ કંઈક નવું જ કામ કર્યું છે. પંડિતજીએ વર-કન્યાને કેમેરા સામે પોઝ આપતા શીખવ્યું.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વિડિયોના કેપ્શનમાં લખ્યું છે "તે એક ટ્રેન્ડ બ્રેકર પંડિતજી છે જેની આપણને બધાને જરૂર છે." વાયરલ ક્લિપમાં વર-કન્યા લગ્નના મંડપમાં ફોટા ક્લિક કરી રહ્યાં છે. ત્યારે વૃદ્ધ પંડિતજી ત્યાં પ્રવેશ કરે છે અને તે કન્યાને વરના હાથને ચુંબન કરવા અને પોઝ આપવાનું કહે છે. જેનાથી વર અને કન્યા બંને ખુશ થઈ જાય છે.
જૂની પેઢી ઘણીવાર પ્રેમની જાહેર અભિવ્યક્તિને નાપસંદ કરે છે. તે ધ્યાનમાં લેતા લોકો પંડિતજીને આમ કરતા જોવાનું પસંદ કરતા હતા. ઘણાને લાગ્યું કે પંડિતજી આધુનિક વસ્તુઓ સાથે વધુ સુસંગત છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી આ વિડિયોને 802K વ્યુઝ મળ્યા છે અને સંખ્યા સતત વધી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સે તેમની પ્રતિક્રિયાઓ કોમેન્ટ સેક્શનમાં આપી છે. એક યુઝરે લખ્યું, "હું આવા પંડિતને 50,000 દક્ષિણા આપીશ." અન્ય એકે કોમેન્ટ કરી ‘બધો શ્રેય પંડિતજીને જાય છે.’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech