રાજકોટમાં રોગચાળો બેકાબૂ: વકીલની ૬ વર્ષની બાળકીનું ઝાડ–ઊલટીથી મોત

  • November 23, 2024 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રોગચાળો બેકાબૂ બની રહ્યો છે સામાન્ય શરદી ઉધરસથી લઈ મેલેરિયા, ડેન્ગ્યુ, કમળા સહિતના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે આજરોજ રાજકોટમાં એડવોકેટની એકની એક પુત્રીનું ઝાડા ઉલટીથી મોત થયું હતું. શહેરના પુજારા પ્લોટ ભકિતનગર સર્કલ પાસે રહેતા વકીલની છ વર્ષની બાળકીની બે દિવસ પૂર્વે ઝાડા ઉલ્ટીના લીધે તબિયત બગડી હતી ત્યારે ઘર નજીક કિલનિકમાં બતાવ્યા બાદ સાં થઈ જતા ઘરે લાવ્યા હતા. ગઈકાલ ફરી તબિયત બગડતા હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે માસુમે આંખો મીંચી દીધી હતી. એકની એક પુત્રીના મોતથી માતા–પિતા આઘાતમાં સરી પડા હતા.
પ્રા વિગતો મુજબ, ભકિતનગર સર્કલ પાસે પુજારા પ્લોટ ગૃહમંદિર એક બ્લોક નંબર ૫૦૧ માં રહેતા એડવોકેટ હિતેશભાઈ રાઠોડની છ વર્ષની બાળકી જીલને બે દિવસ પહેલા ઝાડા ઉલટી થતા તેને ફેમિલી ડોકટર પાસે લઈ ગયા હતા યાં દવા અપાયા બાદ બાળકીને સા થઈ જતા ઘરે લાવ્યા હતા દરમિયાન ગઈકાલ સમી સાંજના બાળકીની તબિયત ફરી બગડતા અને તેને આંચકી આવવા લાગતા તુરતં તેને સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે બાળકીએ આંખો મીચી દીધી હતી.
બાળકી તેના માતા પિતાની એકની એક સંતાન હતી બાળકીના પિતા એડવોકેટ હિતેશભાઈ રાઠોડના જણાવ્યા મુજબ બે દિવસ પૂર્વે ઝાડા ઉલટી થયા બાદ તેની તબિયત સારી થઈ જતા ઘરે લાવ્યા હતા. દરમિયાન તેને પેટમાં પાણી ભરાવા લાગતા અને આંચકી આવવા લાગતા ગઈકાલે તુરતં ઝનાના હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત થયું હતું. બનાવને લઇ ભકિતનગર પોલીસે જરી કાર્યવાહી કરી હતી. એકના એક સંતાનના મોતથી માતા–પિતા આઘાતમાં સરી પડા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application