શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ-સમસ્ત ખવાસ રજપૂત સમાજ જામનગર દ્વારા સતત ત્રીજા વર્ષે પાલાખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.12-8-2024ને શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવની પાલખી (મહાકાલ સ્વરૂપ)નું આયોજન કરવામાં આવેલ છે.
આ પાલખી યાત્રા બપોરે 4-00 કલાકે ખત્રી ફળીની વાડીથી પ્રસ્થાન થઇ, આવારા ચકલો, સવાભાઇની શેરી, કરશનભાઇનો ચોક, દેવુભાનો ચોક, ચારણ ફળી, ધનબાઇનો ડેલો, ગીરધારી મંદિર, શાકમાર્કેટ, ઉપલા દાવલશા ફળી, દીપક ટોકીઝ, ચૌહાણ ફળી, તળાવ ફળી, ગોવાળ મસ્જીદ, પંચેશ્વર ટાવર, બેડીનું નાકુ થઇ કાશી વિશ્વનાથ રોડ થી થઇ શ્રી કાશી વિશ્વનાથ મંદિર રાત્રે 9-30 વાગ્યે પૂર્ણાહુતી થશે.
આ અંગે શ્રી ખત્રી ફળી, દાવલશા ફળી, તળાવ ફળી, કોટાવળ ફળી, ચૌહાણ ફળી, દેશદેવ એજયુ. ચેરીટેબલ ટ્રસ્ટ-પ્રમુખ અને કારોબારી તથા ફળીના નોંધાયેલ તમામ સભ્યો શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ-સમસ્ત ખવાસ રજપૂત સમાજ-જામનગરને આ પાલખી યાત્રામાં જોડાવવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પાલખી યાત્રામાં યુવક મંડળ દ્વારા પુરૂષો માટે પીળો ઝભ્ભો તથા સ્ત્રીઓ માટે બાંધણીની સાડીનો ડ્રેસ કોડનું આયોજન કરેલ છે. જેથી તમામ સભ્યોએ નોંધ લેવા તેઓની યાદીમાં જણાવાયું છે. આ આયોજનની વધુ વિગત માટે મો.નં.9409346467 પર સંપર્ક કરવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅસીમ મુનીર ઓસામા જેવો આતંકવાદી ભારતે પાકિસ્તાનનું ગળું ઘોંટી નાખવું જોઈએ
April 24, 2025 11:10 AMવેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એકાએક બંધ: નોટીસ ઇસ્યુ
April 24, 2025 11:09 AMઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMરણજીતસાગર રોડ ઉપર સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ
April 24, 2025 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech