પાલીતાણાએ જોઈ ૧૦૮ ઈચ ઊંચા આદેશ્ર્વરદાદાની પ્રથમ વિદાય

  • September 09, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાલીતાણા ઝાલોરી કલ્યાણ ભવનમાં " સૂરીરામચંદ્ર" સામાજયના પ્રવચન પ્રભાવક આચાર્ય કિર્તીયશસૂરીશ્વરજી મહારાજે ૧૨ ઓગસ્ટે ૧૦૮ ઈંચ (૯ ફુટ) ના એક જ અખંડ સંગેમરમરી શ્વેત પાસાણમાંથી માત્ર ૩ મહીનામાં ઘડેલા પક્ષાસનસ્થ  આદેશ્વર ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કર્યા બાદ ચાર દિવસ સુધી પાલીતાણાની પ્રત્યેક ધર્મશાળાના યાત્રિકોએ આવીને પ્રભુની અષ્ટપ્રકારી પુજા કરી ખૂબજ આનંદ માણ્યો હતો. આ પ્રભુજી જાલીયા- અમરાજી ખાતેના હસ્તગીરીના પહાડ પર નવા બની રહેલા અષ્ટાપદજી દેરાસરની પાછળની નિશાળ કલાત્મક ગુફામાં પ્રતિષ્ઠિત થવાના છે. એના નિર્માતા નવસારીના રમણલાલ છગનલાલ શાહ અને ધાનેરાના જયંતિલાલ ડી. અજબાણી પરિવારે એ પ્રભુની પાલીતાણા ભવ્ય વિદાયનો કાર્યક્રમ વરઘોડા સાથે યોજયો હતો. પારણા ભવનથી આચાર્ય કિર્તીયશસૂરીજી મહારાજ ઉપરાંત ૫૦૦ થી વધુ સાધુ સાધવીજી અને હજારો યાત્રિકો આ વિદાય - વરઘોડામાં પર્ધાયા હતા. આટલા મોટા પ્રભુના દર્શન હવે કયારે થશે ? હવે તો હસ્તગીરીજી ચડીશુ ત્યારે જ દર્શન  પૂજન થશે એવા ભાવથી લોકો પુષ્પો, રૂપાનાણું, ચોખા અને ધુપથી વધામણા કરતા હતા. પ્રભુની વિદાયમાં વિશાલ બેન્ડ, બબ્બે મલપંતા ગજરાજ, મંડળીઓ અને સાજન મહાજન ઉમટયુ હતું ઘણાની આંખો માંથી આનંદના અશ્રુ વહેતા હતા પુણ્યાત્માઓએ ગઢુલી, રંગોળીઓ અને કતારબધ્ધ ઉભા રહીને પ્રભુજીને વિદાય આપી હતી. બુધવારે આચાર્યની નિશ્રામાં ગુફા મંદિરમાં આ પ્રભુજીની પ્રવેશ વિધી થશે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application