પાકિસ્તાનનો શાહીન આફ્રિદી ODIમાં બન્યો વિશ્વનો નંબર 1 બોલર

  • November 13, 2024 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તા


ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં તોફાની બોલિંગ કરનાર પાકિસ્તાનનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ODI ક્રિકેટમાં વિશ્વનો નંબર વન બોલર બની ગયો છે. આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં શાહીન ODIમાં ટોપ પર પહોંચી ગયો છે.


શાહીન આફ્રિદીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી હતી. પાકિસ્તાને આ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. 22 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયામાં વનડે સીરીઝ જીતવામાં સફળ રહી છે. આ જીતમાં શાહીન આફ્રિદીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. શાહીન આફ્રિદીએ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ODI રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે. તેનું રેટિંગ હવે 696 થઈ ગયું છે, જે તેની ODI કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેટિંગ છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 687 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોચી ગયો છે. 


શાહીન આફ્રિદી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં બીજા નંબરનો સૌથી સફળ બોલર હતો. શાહિને ત્રણ મેચમાં 12.62ની એવરેજથી આઠ વિકેટ ઝડપી હતી. હરિસ રઉફે આ સિરીઝમાં સૌથી વધુ 10 વિકેટ લીધી હતી.


બુમરાહને રમ્યા વિના મળ્યો ફાયદો 

ICCની તાજેતરની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને પણ ફાયદો થયો છે. જો કે તે લાંબા સમયથી એક પણ વનડે મેચ રમ્યો નથી. બુમરાહ રમ્યા વિના આઠમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને આવી ગયો છે. ત્યારે ભારતના મોહમ્મદ સિરાજને પણ નવીનતમ રેન્કિંગમાં ફાયદો થયો છે. તે પણ બે સ્થાનની છલાંગ લગાવીને સાતમા સ્થાને પહોંચી ગયો છે.


ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડને પાકિસ્તાન સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી બાદ બહાર પાડવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં હારનો સામનો કરવો પડ્યો છે. એડમ ઝમ્પા ચોથા સ્થાનેથી 9મા સ્થાને આવી ગયો છે. જોશ હેઝલવુડ ત્રીજા સ્થાને થી 10મા સ્થાને પહોંચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News