પાકિસ્તાનમાં હાલ સ્થિતિ સારી નથી. ભારતના પાડોશી દેશમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને સરકાર વચ્ચેનો સંઘર્ષ રકતપાતમાં ફેરવાઈ ગયો છે. આમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે બુધવારે રાત્રે ઇમરાન સમર્થકો અને સેના વચ્ચેનો વિરોધ શમી ગયો છે પરંતુ આ ઘટનાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે, જે ફેબ્રુઆરી–માર્ચમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની યજમાની કરવાની છે. જો પરિસ્થિતિ જલ્દી સુધરશે નહીં તો પાકિસ્તાન પાસેથી તેની યજમાની છીનવાઈ શકે છે. જો કે, એક વાત તો નક્કી છે કે હવે હાઈબ્રિડ મોડલ પર આ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે પાકિસ્તાનને ઝુકવું પડી શકે છે.
અહેવાલ મુજબ, થોડા દિવસો પહેલા પાકિસ્તાનના ઉત્તર–પશ્ચિમમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. આ હિંસા અફઘાન સરહદ નજીક આવેલા કુર્રમના આદિવાસી જિલ્લામાં થઈ હતી. જેમાં લગભગ ૮૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલમાં જ શિયા સમુદાયની સુરક્ષામાં ઘેરાયેલા કાફલા પર હત્પમલો કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ ૪૦ લોકો માર્યા ગયા હતા. એ પછી હિંસા વધુ ભડકી. જો કે, અહેવાલ મુજબ શિયા અને સુન્ની સમુદાયના નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે અને હિંસા રોકવા માટે સંમત થયા છે પરંતુ ગ્રાઉન્ડ પર સ્થિતિ હજુ સામાન્ય નથી. બીજી મોટી ઘટના ઈસ્લામાબાદમાં જોવા મળી, યાં સેના અને ઈમરાન ખાનના સમર્થકો વચ્ચે અથડામણ થઈ. મામલો ફાયરિંગ સુધી પહોંચ્યો હતો, જેમાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ૪ સૈનિકો પણ સામેલ છે.
પાકિસ્તાનમાં ચાલી રહેલી હિંસાની અસર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર થવાની ધારણા છે અને તેની શઆત શ્રીલંકાના પાકિસ્તાન પ્રવાસથી થઈ ચૂકી છે. હિંસાને કારણે શ્રીલંકા–એ ટીમએ તેનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરી દીધો છે. આ સિવાય ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને આ શુક્રવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીની બેઠક મળવાની છે. જો ત્યાં સુધીમાં સ્થિતિ સામાન્ય નહીં થાય તો પીસીબી હોસ્ટિંગ રાઇટસ ગુમાવે તેવી ભીતિ છે.તાજેતરમાં બાંગ્લાદેશમાં બળવો થયો હતો અને તે સમયે બાંગ્લાદેશમાં આઈસીસી મહિલા ટી–૨૦ વલ્ર્ડ કપ યોજાવાનો હતો, પરંતુ તેને યુએઈમાં ખસેડવામાં આવ્યો હતો. જો પાકિસ્તાનમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહી તો આઈસીસી દ્રારા ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને આવી જ જાહેરાત કરવામાં આવી શકે છે. જોકે, હવે ભારતની વાત સાબિત થઈ ગઈ છે કે આ સંજોગોમાં ટીમ ઈન્ડિયાનું પાકિસ્તાન જવું સલામત નથી અને આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડલ પર કરવામાં આવશે. શુક્રવારે આની પુષ્ટ્રિ થઈ શકે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ ટૂર્નામેન્ટ સંપૂર્ણ રીતે પાકિસ્તાનમાં યોજાવાની વાત પર અડગ છે પરંતુ વર્તમાન સંજોગોને કારણે પાકિસ્તાને નમવું પડશે. જોકે, ત્રણ શહેરો યાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે ત્યાં કોઈ મોટી હિંસા કે હત્પમલાના સમાચાર નથી પરંતુ પાકિસ્તાન એક નાનો દેશ છે તેથી તેના પર કંઈપણ કહેવું યોગ્ય રહેશે નહીં. આ કારણે હાલ માટે આઈસીસી હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ પાસ કરી શકે છે. જો બાદમાં પણ સ્થિતિ ખરાબ રહે તો તેને શિટ કરવાનું વિચારી શકાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્વના કેટલાક દેશોમાં ઓછા થયા એચઆઈવીના નવા કેસ ,મૃત્યુ દર પણ ઘટ્યો
November 27, 2024 06:13 PMલોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલી મહિલા સંશોધકનું દટાઈ જતા મોત
November 27, 2024 05:50 PMજાણો શું છે ફ્રેન્ડશિપ મેરેજ ? શા માટે જાપાનમાં લોકપ્રિય
November 27, 2024 05:19 PMજો સલમાનખાન નો હોત તો આમિરખાન ન આપી શક્યો હોત 2000 કરોડની આ ફિલ્મ
November 27, 2024 04:48 PMવુમન અવેરનેસ કેમ્પઈન પ્રોગ્રામ યોજાયો
November 27, 2024 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech