પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી ખુર્શીદ મહમૂદ કસુરીએ ભારતની ઉદારતાને યાદ કરતા કહ્યું કે, અમે દગો કરી કારગિલ યુદ્ધ શરૂ કર્યું હતું, પરંતુ પાડોશી દેશે તેમ છતાં પણ અમને ગળે લગાડ્યા. ભારત-પાકિસ્તાન સંબંધો હાલમાં યુદ્ધના સમય સિવાય સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. જોકે, તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે અચાનક સકારાત્મક ફેરફારો થઈ શકે છે.
લાહોરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ એન્ડ કનેક્ટિવિટી દ્વારા આયોજિત 'પાકિસ્તાન-ભારત સંબંધો: વર્તમાન સ્થિતિ અને આગળનો માર્ગ' વિષય પર બોલતા, ખુર્શીદ મહમૂદ કસુરીએ જણાવ્યું હતું કે, ફક્ત પરસ્પર વાતચીત જ બંને દેશોને પડતર મુદ્દાઓ ઉકેલવામાં મદદ કરી શકે છે. વાતચીત એ એકમાત્ર રસ્તો છે.
તેમણે કહ્યું કે જો આપણે યુદ્ધના સમયને બાજુ પર રાખીએ તો બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. કારગિલ યુદ્ધ પછી પણ, નવી દિલ્હી અને ઇસ્લામાબાદ શાંતિ પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે વાટાઘાટો માટે ઝડપથી સંમત થયા. કસુરીએ કહ્યું કે જો બંને દેશો તેમના વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની તક ગુમાવે તો તે દુઃખદ હશે. કારણ કે તેમની પાસે કાશ્મીર મુદ્દાના સંભવિત ઉકેલ માટે ચાર-મુદ્દાના ફોર્મ્યુલાના રૂપમાં પહેલાથી જ સંમત બ્લુપ્રિન્ટ છે.
ખુર્શીદ મહમૂદ કસુરી 2002થી 2007 સુધી પાકિસ્તાનના વિદેશમંત્રી હતા. આ સમય દરમિયાન તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દ્વારા ભારતીય નેતૃત્વને કથિત રીતે સૂચવવામાં આવેલા 'ઉકેલ'નો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે ભૂતપૂર્વ ભારતીય પીએમ અટલ બિહારી વાજપેયી અને ડો. મનમોહન સિંહ દ્વારા લેવામાં આવેલી પહેલ વિશે કહ્યું કે, તેમના નેતૃત્વ હેઠળની સરકારોએ શાંતિ પ્રક્રિયા પર કામ કર્યું. ખુર્શીદ કસુરીએ કહ્યું કે, મને ખાતરી છે કે આ નિરાશાજનક પરિસ્થિતિ પછી પણ, ભારતના મોટાભાગના લોકો પાકિસ્તાન સાથે શાંતિ ઇચ્છે છે.
બંને દેશો વચ્ચેના સંબંધો અંગે, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે પડકારો અને વર્તમાન સંઘર્ષ છતાં, અનુભવે તેમને શીખવ્યું છે કે પાકિસ્તાન-ભારત સંબંધોમાં અચાનક સકારાત્મક ફેરફારો થઈ શકે છે. તેમણે યાદ અપાવ્યું કે કારગિલ યુદ્ધના શિલ્પી તરીકે જાણીતા પરવેઝ મુશર્રફનું દિલ્હીમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની 2015ની લાહોર મુલાકાત અંગે તેમણે કહ્યું કે તેમણે તત્કાલીન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
વડાપ્રધાન મોદી 2021માં પાકિસ્તાન જવાના હતા
કસુરીએ દાવો કર્યો હતો કે, એવા વિશ્વસનીય અહેવાલો છે કે પીએમ મોદી એપ્રિલ 2021માં પાકિસ્તાનની મુલાકાત લેશે. તેઓ હિંગળાજ માતા મંદિરની મુલાકાત લે અને બાદમાં શાંતિ પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાનને મળવા ઇસ્લામાબાદ જાય તેવી અપેક્ષા હતી. જોકે, તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલ્યાણપુરના અસામાજીક તત્ત્વો વિરૂધ્ધ ગેરકાયદે કબ્જો કરેલ મીલકત પર બુલડોઝર ફેરવતું તંત્ર
March 31, 2025 11:09 AMપ્રથમ નોરતે ચોટીલામાં ભકતોનાં ઘોડાપૂર એક લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાયા
March 31, 2025 11:08 AMગામડું ફરી વાઇબ્રન્ટ બનવાનું છે: કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા
March 31, 2025 11:04 AMગીરસોમનાથ જિલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૧૩૭ શખસો સામે કરાઇ કાર્યવાહી
March 31, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech