ભારતીય સેનાએ આજે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રયાસો અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. સેનાએ જણાવ્યું છે કે પાકિસ્તાની લશ્કરી સ્ટેશનોને ડ્રોન અને મિસાઈલથી નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સુરક્ષા દળોએ આ તમામ પ્રયાસોને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે.
ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ દ્વારા આ હુમલા અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનના આ હુમલામાં ભારતીય સેનાને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. સેના સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે.
નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન દ્વારા જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુર સ્થિત સેનાના બેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, સતર્ક ભારતીય સેનાએ તેમની આ યોજનાને સફળ થવા દીધી નથી. સેનાએ દુશ્મનના ડ્રોન અને મિસાઈલોને સમયસર શોધી કાઢીને તેને નિષ્ક્રિય કરી દીધા હતા.
ભારતીય સેનાનું આ નિવેદન દેશના લોકોને રાહત આપનારું છે, કારણ કે સરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે સેનાની સુરક્ષા અંગે ચિંતાઓ હતી. સેનાએ પોતાની કુશળતા અને તૈયારીનું પ્રદર્શન કરીને દુશ્મનના નાપાક ઈરાદાઓને ધૂળમાં મેળવી દીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech