ભારતની દરિયાઈ સુરક્ષામાં વધારો થવા જઈ રહ્યો છે. અમેરિકાએ ભારતને યુદ્ધ વિરોધી સોનોબોય સબમરીન અને સંબંધિત સાધનોના સંભવિત વિદેશી સૈન્ય વેચાણ માટેના સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ કરારની અંદાજિત કિંમત $52.8 મિલિયન હશે. જાણો ભારતીય નૌકાદળને શા માટે સોનોબોયની જરૂર હતી.
સોનોબોયએ પોર્ટેબલ સોનાર સિસ્ટમ છે. સોનાર સિસ્ટમ દ્વારા ધ્વનિ તરંગો પાણીમાં છોડવામાં આવે છે. જેથી સબમરીન, જહાજ કે અન્ય કોઈ વસ્તુ તેની સાથે અથડાય તો તેનો પડઘો પડે છે.
ત્રણ મુખ્ય પ્રકારના સોનોબોય હોય છે. સક્રિય, નિષ્ક્રિય અને વિશેષ હેતુવાળા સોનોબોય છે. સોનોબોય દ્વારા ભારતીય નૌકાદળ સમુદ્રમાં પાકિસ્તાન અને ચીનની નાપાક ગતિવિધિઓનો જડબાતોડ જવાબ આપવા માટે વધુ સક્ષમ બનશે.
ભારતમાં MS-60R હેલિકોપ્ટરની પ્રથમ સ્ક્વોડ્રન તૈયાર
એકોસ્ટિક સેન્સર (એન્ટી સબમરીન વોરફેર સોનોબોય) સાથે સોનોબોયથી સજ્જ થયા પછી, ભારતીય નૌકાદળ સમુદ્રની અંદર દુશ્મન સબમરીનના નાનામાં નાની ગતિવિધિને સાંભળી શકશે. યુએસ મૂળના MH-60R હેલિકોપ્ટર સબમરીન વિરોધી યુદ્ધ કામગીરી હાથ ધરવાની ક્ષમતા વધારીને જોખમોનો સામનો કરવાની ભારતની ક્ષમતામાં વધારો કરશે.
સાથે જ યુદ્ધ દરમિયાન દુશ્મનની સબમરીનને નષ્ટ કરવામાં સરળતા રહેશે. ભારતે MS-60R હેલિકોપ્ટરની તેની પ્રથમ સ્ક્વોડ્રન ઉભી કરી છે. આમાં છ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. જે અમેરિકાથી સપ્લાય કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીફ જસ્ટિસ ચંદ્રચુડે તેમના છેલ્લા ચુકાદામાં કહ્યું, બુલડોઝર દ્વારા ન્યાય સ્વીકાર્ય નથી...
November 10, 2024 10:23 AMઇઝરાયેલે લેબનોન પર ફરી તબાહી મચાવી! હવાઈ હુમલામાં બાળકો સહિત 40ના મોત
November 10, 2024 09:33 AMશિક્ષકો માટે ખુશખબર! ગુજરાતમાં જિલ્લા ફેરબદલીનો માર્ગ મોકળો
November 09, 2024 09:06 PMગાંધીનગરમાં રોહિતાસ ચૌધરીએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ, એક કલાકમાં 722 પુશ અપ્સ કર્યા
November 09, 2024 08:58 PMછઠ પૂજાથી પરત ફરનારાઓને લઈને રેલવેનો મહત્વનો નિર્ણય, આ શહેરો માટે ત્રણ હજાર વિશેષ ટ્રેનો દોડાવાશે
November 09, 2024 08:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech