પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે તાજેતરમાં જ સ્વીકાયુ હતું કે પાકિસ્તાને ૧૯૯૯માં ભારત સાથેનો કરાર તોડો હતો. હવે પાકિસ્તાને સ્વીકાયુ છે કે તેના કબજા હેઠળનું કાશ્મીર , જેને તે આઝાદ જમ્મુ કાશ્મીર કહે છે, તે વિદેશી ભૂમિ છે. ભારત માટે સારા સમાચાર છે કે પાકિસ્તાને સ્વીકાયુ છે કે પીઓકે તેનો ભાગ નથી.આ ઘટનાથી પાકિસ્તાનના ઘણા લોકોને આશ્ચર્ય થયું છે. એક સરકારી વકીલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે પીઓકે એક વિદેશી પ્રદેશ છે. પીઓકેમાંથી કવિ અને પત્રકાર અહેમદ ફરહાદ શાહના ગુમ થવા અંગે બે સાહથી સુનાવણી ચાલી રહી હતી. બાદમાં તે પોલીસ કસ્ટડીમાં હોવાનું બહાર આવ્યું હતું. પાકિસ્તાને કહ્યું નથી કે પીઓકે કે કાશ્મીર સ્વતત્રં દેશ છે.
તેના બદલે તેણે કહ્યું છે કે પીઓકે એક વિદેશી ક્ષેત્ર છે. આનો અર્થ એ પણ થાય છે કે તે માને છે કે કાશ્મીર સ્વતત્રં નથી પરંતુ કોઈ અન્ય દેશનો ભાગ છે. જો આડકતરી રીતે પણ પાકિસ્તાન એવું માને છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અગં છે અને તેણે તેના એક વિસ્તાર પર બળજબરીથી કબજો જમાવ્યો છે. હવે પાકિસ્તાનમાં આને લઈને લોકોમાં ગભરાટ સ્પષ્ટ્ર દેખાઈ રહ્યો છે
કોર્ટમાં શું કહ્યું
પીઓકે ભારતનું અભિન્ન અગં છે. પાકિસ્તાને તેની જમીન પર કબજો જમાવ્યો છે, જેને તે આઝાદ કાશ્મીર કહે છે. શુક્રવારે ફેડરલ પ્રોસીકયુટર જનરલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં કોર્ટને જણાવ્યું કે અહેમદ ફરહાદ ૨ જૂન સુધી આઝાદ કાશ્મીરમાં રિમાન્ડ પર છે. તેને ઈસ્લામાબાદ કોર્ટમાં રજૂ કરી શકાશે નહીં કારણ કે આઝાદ જમ્મુ અને કાશ્મીર વિદેશી પ્રદેશ છે
પાકિસ્તાને પોતાના પર કુહાડી મારી
પાકિસ્તાની પત્રકાર હામિદ મીર હાઈકોર્ટમાં સરકારના આ નિવેદનથી નારાજ છે. તેણે ટીટ કયુ, 'પાકિસ્તાન આઝાદ જમ્મુ અને કાશ્મીરને ખૂબ જ નકારાત્મક પરિપ્રેયમાં રજૂ કરી રહ્યું છે. તેઓએ ઈસ્લામાબાદના એક કવિનું અપહરણ કયુ હતું. તેઓમાં અપહરણ સ્વીકારવાની નૈતિક હિંમત નથી અને હવે તેઓએ આઝાદ જમ્મુ અને કાશ્મીરમાં તેની ધરપકડ દર્શાવી છે અને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં આઝાદ જમ્મુ અને કાશ્મીરને વિદેશી પ્રદેશ જાહેર કર્યેા છે.આનો અર્થ એ છે કે તેમની પાસે આઝાદ જમ્મુ અને કાશ્મીરમાં કબજે કરી રહેલા દળોની સત્તા છે, પરંતુ પાકિસ્તાની અદાલતો પાસે કોઈ અધિકારક્ષેત્ર નથી.તેણે કહ્યું, 'પાકિસ્તાન સરકારે આજે કોર્ટમાં સ્વીકાયુ છે કે આઝાદ જમ્મુ અને કાશ્મીર વિદેશી ભૂમિ છે. તેને વિદેશી પ્રદેશ ગણાવીને પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને નવી દિશા આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech