જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક હીરાનગર વિસ્તારમાં બુધવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સનો એક જવાન શહીદ થયો હતો. સેનાના સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે તે એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા બે આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદનો એક ટોચનો કમાન્ડર પણ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા બંને આતંકીઓને પાકિસ્તાની સેનાની મદદ મળી રહી હોવાના મજબૂત પુરાવા છે.
માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ જૈશ કમાન્ડર રિહાન તરીકે અને બીજાની તેના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ) તરીકે કરવામાં આવી છે. માર્યા ગયેલા આતંકવાદી રિહાન પાસેથી નાઇટ સ્કોપ અને ફ્રીક્વન્સી સેટેલાઇટ કમ્યુનિકેશન ડિવાઇસવાળી M4 રાઇફલ મળી આવી છે. આ સિવાય તે MICRO સેટેલાઇટ કોમ્યુનિકેશન ડિવાઇસનો પણ ઉપયોગ કરી રહ્યો હતો. જેનો ઉપયોગ પાકિસ્તાની આર્મી, નેવી અને એરફોર્સ કરે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જૈશ-એ-મોહમ્મદના આ આતંકીઓને પાકિસ્તાની સેનાનું સમર્થન મળી રહ્યું હતું.
એક અઠવાડિયાની અંદર જમ્મુ-કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં આતંકી હુમલા થયા છે. આ હુમલામાં સીઆરપીએફ જવાન સહિત ઓછામાં ઓછા 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકીઓ પણ માર્યા ગયા છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે 9 જૂને રાયસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ-મુજાહિદ્દીનના ટોચના નેતૃત્વએ પાકિસ્તાનના રાવલકોટમાં બેઠક યોજી હતી.
9 જૂને રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેના કારણે બસ ખાઇમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 33 લોકો ઘાયલ થયા છે. નોંધનીય છે કે રવિવારથી સતત થઈ રહેલા હુમલાઓ બાદ સરહદી જિલ્લા રાજૌરીના નૌશેરા શહેરમાંથી એવા અહેવાલો મળી રહ્યા છે કે શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે અંકુશ રેખા નજીકના ગામોમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application13 ફેબ્રુઆરીએ થઈ શકે છે પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત: સૂત્રો
February 03, 2025 10:52 PMટ્રમ્પ મેક્સિકો પ્રત્યે નરમ પડ્યા! ટેરિફ એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો
February 03, 2025 10:50 PMસુરતમાં લગ્નમાં જમવાનું ઓછું પડતાં જાન પાછી ફરી, પોલીસે કરાવ્યું સમાધાન
February 03, 2025 10:03 PMલોકસાહિત્યના સમ્રાટ ભીખુદાન ગઢવીએ લોકડાયરાને જાહેર પ્રોગ્રામમાં જાહેર કરી નિવૃતી
February 03, 2025 10:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech