મ્યાનમારમાં આતંક ફેલાવવાની પાક.ની યોજના: ૨ નાગરિક ઘુસ્યા

  • September 30, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જયાં પણ આતંકવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પાકિસ્તાન સાથે જોડાયેલો છે. પાકિસ્તાનના આતંકવાદીઓ સમગ્ર વિશ્વમાં આતકં ફેલાવે છે. પરંતુ હવે તેઓ મ્યાનમાર પણ પહોંચવા લાગ્યા છે, જેના કારણે અહીં સૈન્ય શાસન સંપૂર્ણપણે નારાજ છે. મ્યાનમારની જંતા (લશ્કરી શાસન) દેશમાં બે ગેરકાયદેસર પાકિસ્તાનીઓના પ્રવેશ પર નારાજ છે.આ ગેરકાયદેસર વસાહતીઓની ધરપકડ બાદ જન્ટાએ પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખી છે. એવું માનવામાં આવે છે કે આ પાકિસ્તાનીઓ મ્યાનમારમાં રોહિંગ્યા આતંકવાદીઓ સાથે કામ કરવા માટે દેશમાં પ્રવેશ્યા હતા.રોહિંગ્યા આતંકવાદીઓએ મ્યાનમારમાં આતકં ફેલાવ્યો. બે નાગરિકોની ધરપકડ બાદ મ્યાનમારમાં પાકિસ્તાન એમ્બેસી તેમની મુકિત માટે વ્યસ્ત છે. જેના કારણે મ્યાનમારમાં પાકિસ્તાની ગતિવિધિઓને લઈને શંકા વધુ ઘેરી બની છે. પાકિસ્તાની સત્તાવાળાઓએ બે ગુનેગારો સામેનો કોર્ટ કેસ પડતો મૂકવા માટે મ્યાનમારના સત્તાવાળાઓ સાથે સંપર્ક કર્યેા છે. તેણે ગેરકાયદેસર રીતે આવેલા આ લોકોને દેશનિકાલ કરવાની માંગ કરી છે.

પાકિસ્તાનમાં આતંકની ખેતી

રોહિંગ્યા–પ્રભુત અકા મુલ મુજાહિદ્દીન (એએએમ) પાકિસ્તાન સ્થિત ઉગ્રવાદી સંગઠન હરકત–ઉલ–જેહાદ ઇસ્લામી અરકાનમાંથી ઉભરી આવ્યું હતું. તે મ્યાનમારમાં રોહિંગ્યા આતંકવાદને સમર્થન આપવામાં સામેલ છે. મ્યાનમાર પાસે આના પુરાવા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application