BREAKING NEWS

પાકની મધ્યસ્થી યુએસ અને ભારત બન્ને માટે ખતરનાક: યુએસ નિષ્ણાતો

  • April 20, 2026 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોને સરળ બનાવવામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે એક નવી ચર્ચા શ થઈ છે.આજથી યુએસ પ્રતિનિધિઓ ઈરાન સાથે બીજા રાઉન્ડની વાટાઘાટો કરવા માટે પાકિસ્તાન પહોંચી રહ્યા છે ત્યારે અમેરિકન થિંક ટેન્ક અમેરિકન એન્ટરપ્રાઇઝ  ઇન્ડસટ્યુડ સિનિયર ફેલો માઈકલ બિને આ મુદ્દા પર સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની મધ્યસ્થી અમેરિકા માટે શરમજનક અને ખતરનાક બંને હોઈ શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે યારે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની વાતચીતને સરળ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
એક લેખમાં, માઈકલ બિને પાકિસ્તાનની ભૂમિકા વિશે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ ખરાબ છે અને તે હંમેશા વિવાદોમાં ફસાયેલો રહ્યો છે. તેમણે લખ્યું કે પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક એ.કયુ. ખાને ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં મદદ કરી હતી, અને હવે અમેરિકા તે જ દેશને વાતચીતમાં મધ્યસ્થી કરવાની તક આપી રહ્યું છે. તેમણે આની નિંદા કરી અને કહ્યું કે તે ભૂતકાળના ખોટા કાર્યેાને અવગણવાનો એક પ્રકાર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News